if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મને ગોવિંદ રૂપે ગુરૂજી મળ્યા,
જેથી જન્મ મરણના ફેરા ટળ્યા..

ગુરૂજીએ આપી જ્ઞાનની ગોળી,
લીધી મેં તો પ્રેમ ધરી... મને ગોવિંદ રૂપે

જ્ઞાનની ગોળીએ ઘેલી કીધી,
લોકલાજને મેલી દીધી...મને ગોવિંદ રૂપે

સંતની સંગે બની દિવાની,
પ્રભુભક્તિની મસ્તી ચઢી...મને ગોવિંદ રૂપે

સ્વજનોની સંગત લાગી પ્યારી,
સંગત પ્રભુની બની પ્યારી...મને ગોવિંદ રૂપે

સ્વજનોની સંગત સ્નેહે છોડાવી,
દિવ્ય દર્શનની ઝાંખી ધરી...મને ગોવિંદ રૂપે
-------
I've found the Divine in the form of my Guru
Now I'm free from the cycle of life and death
 
My Guru showered me with the supreme knowledge
Which I grasped with much affection…Now I'm free
 
I'm in eternal joy, overflowing with the supreme knowledge,
Now I've put aside all the shame…Now I'm free
 
I'm filled with a fervor in HIS holy association,
Truly, I'm intoxicated with the Divine’s love…Now I'm free
 
The company of family and friends looks sour
I feel the company of the Divine very pleasant… Now I'm free

I'm released from all bondages of family and friends
I've been blessed by Your celestial Darshan… Now I'm free

MP3 Audio

રચના સમયના મનોભાવો

સાચા સાધકના જીવનપથ પર યોગ્ય દિશાસૂચન માટે ઘણી વાર પ્રભુ માનવરૂપે ગુરૂ બનીને આવતા હોય છે. પ્રભુના એ માનવરૂપને ઓળખવું ઘણું કપરું છે. સાધક સફળતાના સોપાનો શ્રદ્ધાભક્તિથી ચઢી જાય છે. એ માટે પણ પ્રભુ ઘણીવાર કૃપા કરીને પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કરી દે છે.

એવી ધન્ય પળો મારા જીવનમાં પણ મને મળી ગઈ. પૂ.શ્રી ના યોગેશ્વરજીમાં ગુરૂના રૂપમાં ગુપ્ત રીતે ગોવિંદ બેઠા છે એવી દ્રઢ શ્રદ્ધા એમનાં જ્યારે દિવ્યરૂપે દર્શન થયાં ત્યારે જ મને થઈ. માનવરૂપે પ્રભુના દર્શનથી હું પાવન બનીને ધન્ય બની ગઈ.

પછી તો ગોવિંદરૂપે ગુરુજી મળી ગયાનો પૂર્ણ સંતોષ જીવનમાં પ્રગટ્યો. જન્મમરણની જંજાળમાંથી પણ મુક્તિ મળી. સ્વજનોની સંસારી વાતો ચિંતા સમાજની પ્રતિષ્ઠાને પણ નગણ્ય ગણવાની હિંમત પ્રગટી.

ઝાંમ્બીયાની ધરતી પર સ્વજનોથી છૂટા પડીને શ્રી યોગેશ્વરજી સાથે પ્રવચન પ્રવાસમાં જોડાવાનું બન્યું ત્યારે સ્વજનોએ ક્ષણિક અસંતોષ અનુભવ્યો. પણ પ્રભુની જ સંગત પ્યારી લાગી હોય તેને સ્વજનો અંતરના અંતરતમમાં આ ભાવભરી સ્વરસૃષ્ટિ જાગી ઊઠી.
-------
In order to shower grace upon a sincere devotee, God assumes various forms. Often God manifests and assumes the physical form of a Guru. However, to recognize the God in human form is extremely difficult.

I consider myself truly blessed at having experienced the Divine in my spiritual master - Shri Yogeshwarji. Thereafter I always looked at him as a God incarnated in human form. His Divine Darshan in this physical form purified and fulfilled me. I felt completely satisfied, free from the bondage of life and death. In fact, I gained the unprecedented courage to stand against societal norms.

During my tour to Zambia, I joined Shri Yogeshwarji on his lecture tour. My family was uncomfortable in the beginning with my travel with Yogeshwarji but I was filled with such a love for the Divine that no bond was strong enough to keep me away.

On the land of Zambia during those days this bhajan was created.
 

Comments

Search Reset
1
Meera Vyas
11 years ago
So nice...sat sat Pranam.
Like Like Quote

Add comment

Submit
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.