મને દર્શન દેજે વ્હાલા રે, શ્યામલ ગિરિધારી...
આ દૂર દૂર એકાંત,
લાવ્યો છે શાને કાજે,
લીલાના કૈ સમજાયે રે....શ્યામલ....
હું શોઘું છું તારી છાયા,
ભટકાયે જ્યાં ત્યાં માયા
યુગ યુગના વ્હાણાં વાયાં રે....શ્યામલ....
મદભરી યુવાની આવી,
પ્રભુપંથે ત્યારે વાળી,
હવે લેને જલ્દી તારી રે.....શ્યામલ....
વ્હાલા આવે કદી જો આજે,
બનું રાધા તારે કાજે,
હૈયું હરખે ને નાચે રે...શ્યામલ....
MP3 Audio
રચના સમયના મનોભાવો
ઘણીવાર પ્રભુસ્મરણના પંથે આગળ વધતાં સ્વજનો થોડી ગૂંચ ઊભી કરતાં જણાય છે. લોકાચાર મુજબ ચલાવવાનો આગ્રહ કરતાં હોય છે. ત્યારે સાચો સાધક મુંઝવણ અનુભવે છે. પ્રભુની છત્રછાંયાની શોધ થઈ રહી હોય ત્યાં સગાસ્નેહીની માયાજાળ પથરાય છે. યુવાનીમાં જ પ્રભુપંથે પ્રયાણ કયુઁ હોય છે તો હવે પ્રભુની જ રાહ જોવાઈ રહી છે. પ્રભુ જો આવે તો તેની રાધા બનીને નિતદર્શન કરીશ એવી પ્રાર્થના અહીં થઈ શકી.