આવોને આજે મંદિરિયે,
શ્યામલ ગિરિધારી....
પ્રભુપ્રેમની માળા અર્પી,
સ્વાગત કર્યું સર્વ સમર્પી,
મારા જીવનવન વનમાળી રે ...શ્યામલ
શ્રદ્ધાનો દીપ જલાવી,
ભકિતની ભરતી જગાડી,
સ્નેહભીની સાદડી ઢાળી રે...શ્યામલ
પરભવની પ્રીત જગાડી,
બડભાગી મસ્ત બનાવી,
મારા જનમજનમના સાથી રે...શ્યામલ
MP3 Audio
રચના સમયના મનોભાવો
ભક્તના પવિત્ર પોકારો સાંભળીને ભગવાન દોડી આવે છે. ભક્ત અનોખી રીતે ભગવાનનું સ્વાગત કરે છે. એ અનુભૂતિ જ્યારે જીવનમાં જાગી ઊઠી ત્યારે પ્રભુને આ રીતે સત્કારી જીવનને ધન્ય બનાવ્યું.