કા'ન જરી આવને મારી પાસ,
રીસામણાં છોડને આજે,
મનાવું છું મન મૂકીને મોહન
મીઠી મુરલી વગાડતો આવ...રીસામણાં...
રાધા ગોપીને વળી મીરાંને લાવજે,
બાળ ગોપાલને લાવજે સાથે,
આવજે નંદ યશોદાના લાલ...રીસામણાં
સવારથી કા'ન તને બોલાવતી,
પહેરીને આવજે પ્રેમની પાવડી,
પ્રસન્ન મન મારું રાખવા કાજ....રીસામણાં
ક્યાં હશે રમતો જાણું કશું ના,
પોકારું છું પ્રભુ પ્રેમથી તને હા,
આવને જ્યાં હો ત્યાંથી આજ....રીસામણાં
MP3 Audio
રચના સમયના મનોભાવો
આ જીવનમાં સ્વજનો, સ્નેહીઓ, સર્વ છે. એક પ્રભુની જ ખોટ છે. તો પછી એને જ બોલાવવો જરૂરી છે. એમ માનીને એને બોલાવવાની ચેષ્ટા શરૂ થઈ.
પ્રભુ જો તું રીસાયો હોય તો રીસ છોડીને મુરલી વગાડતો, પ્રેમથી સાથીઓને સંગાથે લાવીને અહીં આવ. મને પ્રસન્નતા ધર. જ્યાં હોય ત્યાંથી મારો સાદ સાંભળીને તું આવ.