ગુરૂદેવને ચરણે અરજ ધરું,
તનમનથી શ્રી ચરણોમાં વસું..... ગુરૂદેવને ચરણે
પવિત્રતા તનમનમાં જાગો,
ભક્તિભાવ રમવા લાગો...... ગુરૂદેવને ચરણે
જગ જંજાળ વિસારી દોને,
અલખની ધૂન જગાડી દો... ગુરૂદેવને ચરણે
ધૈર્ય સ્થૈર્ય હિંમત પ્રગટાવો,
અચલ બનાવો આગે બઢાવો... ગુરૂદેવને ચરણે
સર્વ સ્થળે ને કાળે રક્ષો,
શીતળતા વળી શાંતિ બક્ષો.... ગુરૂદેવને ચરણે
MP3 Audio
રચના સમયના મનોભાવો
પ્રભુપંથે પ્રગતિ કરવા શ્રી ગુરૂદેવનો સથવારો જરૂરી છે. એમ જણાયું ત્યારે શ્રી ગુરૂદેવને પ્રાર્થના થઈ કે પૂર્ણ પવિત્રતા, ભક્તિ, હિંમત, સ્થિરતા, ધીરજ આ માર્ગે અમને આપો અને જીવનને શીતળતા તથા શાંતિથી ભરી દો.