પ્રેમાનંદનો જન્મ આજથી લગભગ સાડા ત્રણસો વરસ પહેલાં સન 1645માં વડોદરામાં થયો હતો. એ સમયે મુગલ સલ્તનત એના શિખર પર હતી અને ગુજરાતમાં ઔરંગઝેબ સુબેદાર હતો. ગુજરાતી ભાષાની મજાક ઉડાવનારા તે સમયે કહેતા કે મારવાડી ભાષા સોળ આનાની, કચ્છી બાર આનાની, મરાઠી ભાષા આઠ આનાની અને ગુજરાતી ચાર આનાની.
પોતાની ગુજરાતી ભાષાનું આવું અપમાન પ્રેમાનંદને હાડોહાડ લાગી આવતું. અંતે, સહન ન થવાથી એમણે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી મારી ગુજરાતી ભાષાને ગૌરવવંતુ સ્થાન નહીં મળે ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરું. તે જમાનામાં પાઘડી પહેરવું પુરુષ માટે પ્રતિષ્ઠારૂપ હતું, પાઘડી વગરના માણસની કોઈ કિંમત ન કરતું.
ગુજરાતી ભાષાને ગૌરવ અપાવવાની પ્રતિજ્ઞા કરી પ્રેમાનંદ નીકળ્યા. પછી તો કહેવું જ શું ? રામાયણ, મહાભારત, ભાગવત જેવા ધર્મગ્રંથો ઉપરાંત ઓખાહરણ, શામળશા વિવાહ, કુંવરબાઈનું મામેરું જેવા લોકભોગ્ય કથાનકોને તેમણે પોતાની અનોખી શૈલીમાં આખ્યાનો વડે પ્રસ્તુત કરવા માંડ્યા. ગામડાંના લોકોને સમજાય તે રીતે વિવિધ તાલમાં છંદ, ઢાળ તથા દોહા-ચોપાઈનો સહારો લઈ સાહિત્યના નવ રસ - શૃંગાર, કરુણ, વીર, હાસ્ય, રૌદ્ર, ભયાનક, બીભત્સ, અદભુત અને શાંત - એ સર્વને પોતાની વિશિષ્ટ અભિવ્યક્તિથી પીરસવા માંડ્યા. એથી જ એમને રસકવિ તરીકે ઓળખવામાં આવ્યા. આજે ગુજરાતી ભાષાનું જે ગૌરવ છે એના મુળ પ્રેમાનંદના આખ્યાનો વડે સીંચાયા છે, એ આપણે ભૂલવું ન જોઈએ.
આપણા આદિકવિ નરસિંહ મહેતાએ સૌપ્રથમવાર ગુજરાતી ભાષાને આખ્યાનનો પ્રકાર આપ્યો એમ કહી શકાય. પહેલાંના જમાનામાં જ્યારે ટી.વી. કે રેડિયો જેવા માધ્યમો ન હતા ત્યારે કથાકારો ગામડે-ગામડે જઈને આપણી ધાર્મિક કથાવાર્તાઓ કહેતા. માણભટ્ટોએ પોતાની આગવી શૈલીમાં આખ્યાન દ્વારા એ પરંપરાને આગળ વધારી. શરૂઆતમાં માટીના ઘડા વડે અને પાછળથી તાંબાના ઘડા પર પોતાની દસ આંગળીઓ પર પહેરેલ વીંટીઓ વડે (જેને વેધ પણ કહેવામાં આવે છે) વગાડીને લોકોમાં રસ ઉત્પન્ન થાય તે રીતે કથા કહેવાની પરંપરાને જન્મ આપ્યો. આખ્યાનકારોની એ પરંપરાના સૌપ્રથમ રસકવિ પ્રેમાનંદ હતા. ત્યારબાદ જૂજ આખ્યાનકારોએ એ પરંપરાને આગળ વધારી. વર્તમાન સમયમાં શ્રી ધાર્મિકલાલ પંડ્યા અને તેમના વારસો દ્વારા આ અનોખી પરંપરા ટકી રહી છે. વાચકોને યાદ હશે કે શ્રી યોગેશ્વરજીની હાજરીમાં વડોદરામાં અનેક વાર શ્રી ધાર્મિકલાલ પંડ્યાએ પોતાની આ આગવી કલાનો પરિચય આપ્યો હતો અને શ્રી યોગેશ્વરજીને એમના પ્રત્યે ખુબ પ્રેમ અને આદર હતા.
અહીં એ પરંપરાગત શૈલીમાં કહેવાયેલ બે આખ્યાનો રજૂ કર્યા છે.
કુંવરબાઈનું મામેરું
સુદામા ચરિત્ર
Copyright of these audio rests with respective artists/recording company. It is presented here for public interest only. If you like it, you are highly encouraged to buy original cassettes/CD's from a music store near you. To buy them online, visit our Links section. If you like these audio tracks, please drop a line in comment below. Your responses will encourage us to share more in future. Please do not send request for download.
Comments
'ક્રોમ' (15.0.874.120m) માં ઓડિયો ફાઈલ ખોલવા જતાં 'missing plug-in' નો સંદેશો આવે છે. તો જણાવશો કે કયું પ્લગ-ઇન બેસાડવું જોઈએ જેથી 'ક્રોમ'નાં વપરાશકારો માટે સગવડતા પડે?
[Pl. see our FAQ section for help - admin]
[click on the speaker image. if you can not, then check our FAQ page. - admin]
[Sorry, no download requests. - admin]
[Please refer to our FAQ section - admin]