પૂ. મા સર્વેશ્વરીના સુમધુર કંઠે ગવાયેલ ભજનો
ગુજરાતના મૂર્ધન્ય સાક્ષર ઈશ્વરભાઈ પેટલીકરના મુખે આધુનિક યુગના મીરાંનું બિરુદ પામેલ પૂ. મા સર્વેશ્વરી એમના ભજનો માટે સુપ્રસિદ્ધ છે. એમના બે ભજનસંગ્રહો અર્ઘ્ય તથા અંજલિ ઘણાં વરસો અગાઉ પ્રસિદ્ધ થઈ ભાવિક જનતામાં અપાર સ્નેહ-આદર પામી ચુક્યા છે. કવનની સાથે સાથે સુમધુર કંઠની ભેટ પામનાર મા સર્વેશ્વરીના સ્વમુખે એમના ભજનો સાંભળવાનો લ્હાવો દેશવિદેશના ભક્તજનોને મળી ચુક્યો છે. અહીં પૂ. યોગેશ્વરજીની વિદેશયાત્રાઓ દરમ્યાન પ્રવચન, સત્સંગ અને વાર્તાલાપની બેઠકોમાં પૂ. મા સર્વેશ્વરીના કંઠે ગવાયેલ વિવિધ ભજનો પ્રસ્તુત કરવામાં આવ્યા છે. એમાં એમના સ્વરચિત પદો ઉપરાંત પૂ. યોગેશ્વરજીના અને અન્ય ભજનોનો પણ સમાવેશ થાય છે. આ યાદીમાં સમયાંતરે વધુ ભજનો ઉમેરવાની અમારી નેમ છે.
Comments