સુરત ધ્યાન સાધના શિબિર દરમ્યાન શ્રી યોગેશ્વરજીએ આપેલ પ્રવચનો, આકાશવાણી પર પૂ.શ્રીનો વાર્તાલાપ તથા પૂ. મા અને અન્ય સાધકોના વાર્તાલાપ
પૂ. શ્રી યોગેશ્વરજીની સંનિધિમાં આયોજિત થતી ધ્યાન સાધના શિબિરનું સાધકોને આગવું આકર્ષણ રહેતું. દર વરસે ઉનાળામાં ગુજરાતના વિવિધ શહેરોમાં આવી શિબિરોનું આયોજન કરવામાં આવતું. ૧૯૭૩ થી શરૂ કરીને ૧૯૮૩ વચ્ચે આવી કુલ દસ ધ્યાન સાધના શિબિરોનું આયોજન થયેલું. (૧૯૮૦ માં શિબિરનું આયોજન નહોતું થયું.)
-----
પ્રથમ ધ્યાન સાધના શિબિર - ૨૯ એપ્રિલ થી ૫ મે ૧૯૭૩ વિશ્વવંદ્ય ઉદ્યાન, વડોદરા
બીજી ધ્યાન સાધના શિબિર - ૧૯ થી ૨૫ મે ૧૯૭૪, સનાતન હોલ સુરત
ત્રીજી ધ્યાન સાધના શિબિર - ૨૦ થી ૨૬ માર્ચ, ૧૯૭૫ સંતરામ મંદિર નડિયાદ
ચોથી ધ્યાન સાધના શિબિર - ૦૯ થી ૧૫ મે, ૧૯૭૬ દક્ષિણામૂર્તિ, ભાવનગર
પાંચમી ધ્યાન સાધના શિબિર - ૦૯ થી ૧૫ મે, ૧૯૭૭ જયેન્દ્રપુરી આર્ટસ કોલેજ, ભરુચ
છઠ્ઠી ધ્યાન સાધના શિબિર - ૨૨ થી ૨૮ મે, ૧૯૭૮ ગુજરાત લો કોલેજ, અમદાવાદ
સાતમી ધ્યાન સાધના શિબિર - ૧૪ થી ૨૦ મે, ૧૯૭૯ એલ. ઈ. એન્જી. કોલેજ, મોરબી
આઠમી ધ્યાન સાધના શિબિર - ૧૫ થી ૨૧ મે, ૧૯૮૧ ગુજરાત લો કોલેજ, અમદાવાદ
નવમી ધ્યાન સાધના શિબિર - ૧૧ થી ૧૭ મે, ૧૯૮૨ એમ. એસ. યુનિવર્સિટી, વડોદરા
દસમી ધ્યાન સાધના શિબિર - ૮ થી ૧૪ મે, ૧૯૮૩ એમ. ટી. બી. આર્ટસ કોલેજ, સુરત
*
સાધના શિબિરમાં વહેલી સવારે, સવારે, બપોરે અને સાંજે - એમ ચાર વખત ધ્યાનની બેઠકો થતી. એ ઉપરાંત આસન, પ્રાણાયામ, ષણ્મુખી મુદ્રા, નેતિ તથા અન્ય યોગિક ક્રિયાઓ શીખવવામાં આવતી. સાધકોને મૂંઝવતા પ્રશ્નો આવરી લેતી પ્રશ્નોત્તરીની બેઠક થતી. સાધકો પોતાના પ્રેરક અનુભવો કહેતા. ભજન, ધૂન તથા સંકિર્તન પણ થતાં. દરરોજ સાંજે યોગેશ્વરજીનું જાહેર પ્રવચન થતું.
અહીં યોગેશ્વરજીની સંનિધિમાં સુરત ખાતે ૮ થી ૧૪ મે, ૧૯૮૩ દરમ્યાન યોજાયેલ દસમી ધ્યાન સાધના શિબિરમાં પૂ. યોગેશ્વરજી દ્વારા અપાયેલ પ્રવચનો, ઈચ્છાશક્તિ વિષય પર આકાશવાણી અમદાવાદ વડોદરા દ્વારા તા. ૧૦ મે, ૧૯૮૩ ના રોજ પ્રસારિત થયેલ પૂ. શ્રી યોગેશ્વરજીનો વાર્તાલાપ, પૂ. માના વિવિધ વાર્તાલાપ ઉપરાંત સાધકોના વાર્તાલાપો રજૂ કરવામાં આવ્યા છે.
Comments
This audios are worth hearing.
Thank Maa.