राज्याभिषेक की खबर रानीवास में पहूँची
प्रथम जाइ जिन्ह बचन सुनाए । भूषन बसन भूरि तिन्ह पाए ॥
प्रेम पुलकि तन मन अनुरागीं । मंगल कलस सजन सब लागीं ॥१॥
चौकें चारु सुमित्राँ पुरी । मनिमय बिबिध भाँति अति रुरी ॥
आनँद मगन राम महतारी । दिए दान बहु बिप्र हँकारी ॥२॥
पूजीं ग्रामदेबि सुर नागा । कहेउ बहोरि देन बलिभागा ॥
जेहि बिधि होइ राम कल्यानू । देहु दया करि सो बरदानू ॥३॥
गावहिं मंगल कोकिलबयनीं । बिधुबदनीं मृगसावकनयनीं ॥४॥
(दोहा)
राम राज अभिषेकु सुनि हियँ हरषे नर नारि ।
लगे सुमंगल सजन सब बिधि अनुकूल बिचारि ॥ ८ ॥
*
MP3 Audio
*
સમાચાર રાણીવાસમાં પહોંચ્યા
જેણે પ્રથમ કહ્યા સમાચાર તેણે મેળવ્યાં વસ્ત્ર અપાર
વળી આભૂષણો અણમોલ; રહ્યો પુરસ્કારનો ના તોલ.
રાણી પ્રેમપુલકિત અનુરાગી માની પોતાને બડભાગી
લાગી સજવા સુમંગલ કળશ; શમી પ્રાણની જાણે તરસ.
પૂર્યો ચોક સુમિત્રાએ ચારુ મણિમય આંગણ કરતાં ન્યારું ;
બની કૌશલ્યા આનંદે લીન, દાન દીધાં બોલાવીને દીન.
પૂજી ગ્રામદેવી દેવનાગ રાખી બાધા બનવા બડભાગ;
કહ્યું દેવા માટે વરદાન જેથી રામનું હો કલ્યાણ.
વિધુવદની ને કોકિલવચની નારી ગાવા લાગી સહસજની,
મૃગશાવકનયની રસીલી મંજુ ઉત્તમ વધારે રતિથી.
(દોહરો)
રાજયાભિષેકને સુણી હરખ્યો સકળ સમાજ,
વિધિને અનુકૂળ માનતાં માંડયો સજવા સાજ.