मंथरा ने कैकेयी के कान भरे
कत सिख देइ हमहि कोउ माई । गालु करब केहि कर बलु पाई ॥
रामहि छाड़ि कुसल केहि आजू । जेहि जनेसु देइ जुबराजू ॥१॥
भयउ कौसिलहि बिधि अति दाहिन । देखत गरब रहत उर नाहिन ॥
देखेहु कस न जाइ सब सोभा । जो अवलोकि मोर मनु छोभा ॥२॥
पूतु बिदेस न सोचु तुम्हारें । जानति हहु बस नाहु हमारें ॥
नीद बहुत प्रिय सेज तुराई । लखहु न भूप कपट चतुराई ॥३॥
सुनि प्रिय बचन मलिन मनु जानी । झुकी रानि अब रहु अरगानी ॥
पुनि अस कबहुँ कहसि घरफोरी । तब धरि जीभ कढ़ावउँ तोरी ॥४॥
(दोहा)
काने खोरे कूबरे कुटिल कुचाली जानि ।
तिय बिसेषि पुनि चेरि कहि भरतमातु मुसुकानि ॥ १४ ॥
*
MP3 Audio
*
મંથરા કૈકેયીના કાન ભંભેરે છે
મંથરા વદી રામ સિવાય કુશળ કોણ છે આજ જરાય
બનવાના છે જે યુવરાજ રાજાકેરા પુણ્યપ્રતાપ.
કૌશલ્યાને વિધિ અનુકૂળ, થઇ અહંકારે ચકચૂર.
શોભાથી ન થયો સંતોષ, જાગ્યો મારા મનમાં ક્ષોભ.
પુત્ર તમારો છે પરદેશ વિચાર તેનો કરો ન લેશ;
સૂઇ રહ્યાં છો સુખની સેજ, જાણો ભૂપ-કપટ ન સહેજ.
સુણી મંથરાની મધુ વાણ જાણી મલિન એહનો પ્રાણ,
બોલી રાણી સખત બની, વાણી વદતી મલિન ઘણી.
(દોહરો)
ફરી એમ બોલીશ તો દંડ કરીશ કરાળ,
ખેંચી જીભ કઢાવતાં લગાડીશ ના વાર.
કાણાં લૂલાં કૂબડાં કુટિલ એમની ચાલ,
મલિન માનવાં, તે મહીં સ્ત્રી ને દાસી ખાસ.