मंथरा की बात कैकेयी ने नहीं सुनी
प्रियबादिनि सिख दीन्हिउँ तोही । सपनेहुँ तो पर कोपु न मोही ॥
सुदिनु सुमंगल दायकु सोई । तोर कहा फुर जेहि दिन होई ॥१॥
जेठ स्वामि सेवक लघु भाई । यह दिनकर कुल रीति सुहाई ॥
राम तिलकु जौं साँचेहुँ काली । देउँ मागु मन भावत आली ॥२॥
कौसल्या सम सब महतारी । रामहि सहज सुभायँ पिआरी ॥
मो पर करहिं सनेहु बिसेषी । मैं करि प्रीति परीछा देखी ॥३॥
जौं बिधि जनमु देइ करि छोहू । होहुँ राम सिय पूत पुतोहू ॥
प्रान तें अधिक रामु प्रिय मोरें । तिन्ह कें तिलक छोभु कस तोरें ॥४॥
(दोहा)
भरत सपथ तोहि सत्य कहु परिहरि कपट दुराउ ।
हरष समय बिसमउ करसि कारन मोहि सुनाउ ॥ १५ ॥
*
MP3 Audio
*
કૈકેયી મંથરાની વાત સાથે અસંમત
શિખામણ તને આપી મેં પ્રિય કરવા પ્રિયવચના છે;
સ્વપ્ને પણ ના તુજ પર ક્રોધ, બોલે વચનો બની અબોધ.
શુભ દિન મંગલ તે જ હશે જ્યારે પણ અભિષેક થશે.
તારા શબ્દો સત્ય થશે સુખ એથી ના અધિક કશે.
સૂર્યવંશની રીત જ એ સ્વામી શ્રેષ્ઠ જ બંધુ બને;
નાનો સેવક રહે બની, કથા નથી એ કપટતણી.
કાલ રામનો હો અભિષેક તો માગી લે વસ્તુ વિશેષ.
કૌશલ્યાસમ માત બધી રામ માનતા પ્રિય અદકી,
સ્વભાવથી જ કરે પ્રેમ, મુજને ચાહે વિશેષ તેમ.
પરીક્ષા કરી પ્રીતતણી, શંકા મુજને રહી નહીં.
(દોહરો)
વિધાતા ફરી જન્મ દે તો વર માગું એક,
રામ પુત્ર હો પુત્રવધુ વૈદેહી હો નેક.
ભરત-શપથ તુજને કહે કપટ તજી સત તું,
આહલાદતણા અવસરે શોક કરે છે શું!