मंथरा ने अपनी कोशिश जारी रखी
एकहिं बार आस सब पूजी । अब कछु कहब जीभ करि दूजी ॥
फोरै जोगु कपारु अभागा । भलेउ कहत दुख रउरेहि लागा ॥१॥
कहहिं झूठि फुरि बात बनाई । ते प्रिय तुम्हहि करुइ मैं माई ॥
हमहुँ कहबि अब ठकुरसोहाती । नाहिं त मौन रहब दिनु राती ॥२॥
करि कुरूप बिधि परबस कीन्हा । बवा सो लुनिअ लहिअ जो दीन्हा ॥
कोउ नृप होउ हमहि का हानी । चेरि छाड़ि अब होब कि रानी ॥३॥
जारै जोगु सुभाउ हमारा । अनभल देखि न जाइ तुम्हारा ॥
तातें कछुक बात अनुसारी । छमिअ देबि बड़ि चूक हमारी ॥४॥
(दोहा)
गूढ़ कपट प्रिय बचन सुनि तीय अधरबुधि रानि ।
सुरमाया बस बैरिनिहि सुह्द जानि पतिआनि ॥ १६ ॥
*
MP3 Audio
*
મંથરાએ સમજાવવાનું ચાલુ રાખ્યું
વદી મંથરા રીસભરી કડવી લાગે વાત ખરી,
સારું કહેતાં દુઃખ થયું તમને, ઉર સાશંક બન્યું.
સત્યાસત્ય કહેતા જે લાગે છે તમને પ્રિય તે;
કડવી હું જ એક લાગું મૌન રાખવા તો માગું.
કરી કુરૂપ મને વિધિએ; પરવશ સમજે છે સહુયે;
વાવ્યું છે તે રહી લણી, આપ્યું છે તે રહી ગ્રહી.
કોઇ નૃપ હો શું નુકશાન, વળી થવાનું શું કલ્યાણ;
દાસીની રાણી ન થઇશ, નરકથકી સ્વર્ગે ન જઇશ.
જોઇ અહિત શકું ન જરી તેથી જ રહ્યો પ્રાણ બળી;
કરી એટલે થોડી વાત, ભૂલ થઇ તો કરજો માફ.
(દોહરો)
ગૂઢ સાંભળી મધુર ને કપટ વચન રાણી
માયાવશ અરિને રહી સુહૃદ પરમ જાણી.