दुर्जन को वंदन
(चौपाई)
बहुरि बंदि खल गन सतिभाएँ । जे बिनु काज दाहिनेहु बाएँ ॥
पर हित हानि लाभ जिन्ह केरें । उजरें हरष बिषाद बसेरें ॥१॥
हरि हर जस राकेस राहु से । पर अकाज भट सहसबाहु से ॥
जे पर दोष लखहिं सहसाखी । पर हित घृत जिन्ह के मन माखी ॥२॥
तेज कृसानु रोष महिषेसा । अघ अवगुन धन धनी धनेसा ॥
उदय केत सम हित सबही के । कुंभकरन सम सोवत नीके ॥३॥
पर अकाजु लगि तनु परिहरहीं । जिमि हिम उपल कृषी दलि गरहीं ॥
बंदउँ खल जस सेष सरोषा । सहस बदन बरनइ पर दोषा ॥४॥
पुनि प्रनवउँ पृथुराज समाना । पर अघ सुनइ सहस दस काना ॥
बहुरि सक्र सम बिनवउँ तेही । संतत सुरानीक हित जेही ॥५॥
बचन बज्र जेहि सदा पिआरा । सहस नयन पर दोष निहारा ॥६॥
(दोहा)
उदासीन अरि मीत हित सुनत जरहिं खल रीति ।
जानि पानि जुग जोरि जन बिनती करइ सप्रीति ॥ ४ ॥
દુર્જનની વંદના
(દોહરો)
દુર્જનને વંદન કરું ખરા ભાવથી હું,
કારણ વિના અહિત કરે જે હિતકરતાનું.
બીજાની હિતહાનિને લાભ માનતા જે,
હરખે બગડયે અન્યનું સુધર્યે પામે ખેદ.
પ્રભુયશપુનમચંદ્રના રાહુરૂપ છે તે,
હજાર હાથે અન્યને નિત નુકસાન કરે.
હજાર આંખે અન્યના દેખે દોષ સદાય,
પરહિત ઘી તો એમનાં મન છે માખી સમાન.
તેજ તેમનું અગ્નિશું, ક્રોધ કાળ વિકરાળ,
દુર્ગુણ પાપધને થયા ધની કુબેર સમાન.
ઉદય એમનો સર્વના હિતનો નાશ કરે,
કુંભકર્ણ જેવા સૂવે તો કલ્યાણ ખરે.
નાશ કરીને કૃષિતણો હિમ પણ પામે નાશ
તેમ તજે તન અન્યનું બગાડવાને ખાસ.
શેષ નાગ જેવા ગણી વંદું એ ખલને
અન્ય દોષને વર્ણવે જે હજાર વદને.
દશ હજાર કાને સુણ્યો પૃથુએ પ્રભુયશને,
દસ હજાર કાને, સુણે દુર્જન પરઅઘને.
સુરા જેમને પ્રિય સદા વચનો વજ્ર સમાન,
કુકર્મ પરનિંદા તથા વિષયને ગણે પ્રાણ.
મિત્ર શત્રુ મધ્યસ્થનું શુભ સુણતાં જ જલે,
અરજ કરું છું એમને પ્રણમીને પ્રણયે.