if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

रामचरितमानस की महिमा
 
(चौपाई)
 
एहि महँ रघुपति नाम उदारा । अति पावन पुरान श्रुति सारा ॥
मंगल भवन अमंगल हारी । उमा सहित जेहि जपत पुरारी ॥१॥
 
भनिति बिचित्र सुकबि कृत जोऊ । राम नाम बिनु सोह न सोऊ ॥
बिधुबदनी सब भाँति सँवारी । सोन न बसन बिना बर नारी ॥२॥
 
सब गुन रहित कुकबि कृत बानी । राम नाम जस अंकित जानी ॥
सादर कहहिं सुनहिं बुध ताही । मधुकर सरिस संत गुनग्राही ॥३॥
 
जदपि कबित रस एकउ नाही । राम प्रताप प्रकट एहि माहीं ॥
सोइ भरोस मोरें मन आवा । केहिं न सुसंग बडप्पनु पावा ॥४॥
 
धूमउ तजइ सहज करुआई । अगरु प्रसंग सुगंध बसाई ॥
भनिति भदेस बस्तु भलि बरनी । राम कथा जग मंगल करनी ॥५॥
 
(छंद)
मंगल करनि कलि मल हरनि तुलसी कथा रघुनाथ की ॥
गति कूर कबिता सरित की ज्यों सरित पावन पाथ की ॥
प्रभु सुजस संगति भनिति भलि होइहि सुजन मन भावनी ॥
भव अंग भूति मसान की सुमिरत सुहावनि पावनी ॥
 
(दोहा)
प्रिय लागिहि अति सबहि मम भनिति राम जस संग ।
दारु बिचारु कि करइ कोउ बंदिअ मलय प्रसंग ॥ १०(क) ॥
 
स्याम सुरभि पय बिसद अति गुनद करहिं सब पान ।
गिरा ग्राम्य सिय राम जस गावहिं सुनहिं सुजान ॥ १०(ख) ॥

*
MP3 Audio

*
 
રામચરિતમાનસનો મહિમા
 
એમાં રઘુપતિ નામ ઉદાર અતિ પાવન પુરાણ શ્રુતિ સાર;
મંગલભવન અમંગલહારી ઉમાસંગ જપતા ત્રિપુરારી.
 
સર્વ પ્રકારે શણગારેલી હોય ચંદ્રવદની નારી
વસ્ત્ર વિના અધુરી જ રહે સુંદરતા એની ન્યારી;
 
ઉત્તમ કવિની કવિતા એમ અતિસુંદર કે અદભુત હોય,
રામનામથી વંચિત હોય શોભે ના વખણાયે તોય.
 
સર્વગુણોથી રહિત ભલે હો કુકવિતણી કવિતા કોઇ,
રામનામ ને રામતણા યશથી અંકિત એને જોઇ,
 
આદરપૂર્વક ગાય સાંભળે વાંચે વિદ્વાનો સઘળે,
સજ્જન સંત ભ્રમરના જેવા ગુણગ્રાહી વિશ્વે વિચરે.
 
નથી એક પણ રસ કવિતામાં, રામતણો છે પ્રગટ પ્રતાપ;
સર્વોત્તમ સંગે મોટાઇ મળે ન કોને કહો અમાપ.
 
અગર સંગથી સુગંધ પામી ધૂમ્ર તજી દે છે કડવાશ,
કવિતા મારી સાધારણ પણ રામકથાનો એમાં વાસ.
 
રામકથા કલ્યાણકારિણી કલિયુગના મળ હરનારી.
કવિતા વક્ર બની છે મારી જેમ વક્ર ગતિ ગંગાની.
 
શિવશરીરનો સંગ પામતાં ભસ્મ પવિત્ર સુશોભિત થાય,
તેમ રામગુણવાળી કવિતા સુખ ધરશે સૌનેય સદાય
 
(દોહરો)     
મલયાચલના સંગથી વંદ્ય બને છે કાષ્ઠ
કવિતા તેમ જ પ્રિય થશે કહી રામયશ વાત.
 
શ્યામ ગાયના દૂધને ગુણિયલ પીતા લોક
તેમ ગ્રામ્ય ભાષામહીં રસનો દૈવી ધોધ
 
મહિમા સીતારામનો ભર્યો અનંત અશોક
સુણે ગાય તે સજ્જનો થયો જેમને બોધ.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.