Bal Kand
Salutation to Poet
कविजन वंदना
(चौपाई)
सब जानत प्रभु प्रभुता सोई । तदपि कहें बिनु रहा न कोई ॥
तहाँ बेद अस कारन राखा । भजन प्रभाउ भाँति बहु भाषा ॥१॥
एक अनीह अरूप अनामा । अज सच्चिदानंद पर धामा ॥
ब्यापक बिस्वरूप भगवाना । तेहिं धरि देह चरित कृत नाना ॥२॥
सो केवल भगतन हित लागी । परम कृपाल प्रनत अनुरागी ॥
जेहि जन पर ममता अति छोहू । जेहिं करुना करि कीन्ह न कोहू ॥३॥
गई बहोर गरीब नेवाजू । सरल सबल साहिब रघुराजू ॥
बुध बरनहिं हरि जस अस जानी । करहि पुनीत सुफल निज बानी ॥४॥
तेहिं बल मैं रघुपति गुन गाथा । कहिहउँ नाइ राम पद माथा ॥
मुनिन्ह प्रथम हरि कीरति गाई । तेहिं मग चलत सुगम मोहि भाई ॥५॥
(दोहा)
अति अपार जे सरित बर जौं नृप सेतु कराहिं ।
चढि पिपीलिकउ परम लघु बिनु श्रम पारहि जाहिं ॥ १३ ॥
*
MP3 Audio
*
કવિની વંદના
(દોહરો)
પ્રભુતા જાણે એમની મહિમા વળી અનંત
વર્ણવ્યા વિના તે છતાં રહી શક્યા ના સંત.
પ્રભાવ ભક્તિનો કહ્યો શાસ્ત્રોએ એવો
પ્રેમાસ્પદ ગુણગાનનો રસ અમૃત જેવો.
*
એક અરૂપ અનામી ઇશ્વર ઇચ્છારહિત અજન્મા જે
વિશ્વરૂપ વ્યાપક સર્વેશ્વર પરમધામ ઉત્તમપદ છે,
દિવ્ય સચ્ચિદાનંદરૂપ તે ભગવાને તનુ દિવ્ય ધરી,
લીલા અનેકવિધ ભક્તોના મંગલ માટે શ્રેષ્ઠ કરી.
પરમ કૃપામય શરણાગત વત્સલ ભક્તોના અનુરાગી
કૃપા કરીને શીઘ્ર અર્પતા રિદ્ધિસિદ્ધિ વણમાગી,
દીનબંધુ એ સ્વામી સૌના સરળ પુનિત શક્તિશાળી,
એવા હરિનો યશ વર્ણવતાં સફળ કરે કવિજન વાણી.
એમના જ આધારે ગાઉં ગાથા રઘુપતિના ગુણની,
રામચરણમાં શીશ નમાવી કવિતા કરું પરમસુખની.
ઋષિમુનિએ પણ પ્રથમ પ્રેમથી શ્રીહરિની કીર્તિ ગાઇ,
સુગમ થશે તે મારે માટે, માર્ગ અનુસરું તે ભાઇ !
(દોહરો)
મહાનદી પર સેતુ જો શ્રમની સાથ કરાય,
નાની કીડીથીય તો સહેજે પાર જવાય.