शिव-पार्वती की वंदना
(चौपाई)
पुनि बंदउँ सारद सुरसरिता । जुगल पुनीत मनोहर चरिता ॥
मज्जन पान पाप हर एका । कहत सुनत एक हर अबिबेका ॥१॥
गुर पितु मातु महेस भवानी । प्रनवउँ दीनबंधु दिन दानी ॥
सेवक स्वामि सखा सिय पी के । हित निरुपधि सब बिधि तुलसीके ॥२॥
कलि बिलोकि जग हित हर गिरिजा । साबर मंत्र जाल जिन्ह सिरिजा ॥
अनमिल आखर अरथ न जापू । प्रगट प्रभाउ महेस प्रतापू ॥३॥
सो उमेस मोहि पर अनुकूला । करिहिं कथा मुद मंगल मूला ॥
सुमिरि सिवा सिव पाइ पसाऊ । बरनउँ रामचरित चित चाऊ ॥४॥
भनिति मोरि सिव कृपाँ बिभाती । ससि समाज मिलि मनहुँ सुराती ॥
जे एहि कथहि सनेह समेता । कहिहहिं सुनिहहिं समुझि सचेता ॥५॥
होइहहिं राम चरन अनुरागी । कलि मल रहित सुमंगल भागी ॥६॥
(दोहा)
सपनेहुँ साचेहुँ मोहि पर जौं हर गौरि पसाउ ।
तौ फुर होउ जो कहेउँ सब भाषा भनिति प्रभाउ ॥ १५ ॥
*
MP3 Audio
*
શિવ-પાર્વતીની વંદના
પવિત્ર મનહર ચરિત્રવાળાં સુરગંગા ને સરસ્વતી
વંદન કરું ઉભયને પ્રેમે આદર સાથે આજ અતિ.
સેવે જેમને સંત સતી.
એક સ્નાનથી હરે પાપને પાન તથા તપ ધ્યાન થકી,
અન્ય હરે અજ્ઞાન સર્વ તો કલેશ શકે ના મેલ ટકી.
દીનબંધુ દાનેશ્વરી સદા ગુરુ પિતા માતા સરખાં
સ્વામી સેવક સખા રામના, તુલસીના પ્રિય હિત કરતા;
જનહિત માટે કલિમાં શાબરમંત્ર જેમણે પ્રગટ કર્યો
મેળ વિનાના અક્ષરવાળો જેનો ભાવ વળી અઘરો,
પ્રભાવ એનો પ્રગટ છતાંયે કૃપા જેમની સાંપડતાં
એ શંકર ને પાર્વતીતણા પ્રણામ હો પાવન પદમાં.
ઉમેશ એ મારા પર આજે કૃપા કરી અનુકૂળ બની
રામકથાને આનંદ અને મંગલનું દો મૂળ કરી.
સ્મરી પાર્વતી ને શંકરને અંતરમાં ઉત્સાહ ધરી
રામચરિત વર્ણન આરંભું લઘુતાગ્રંથિ સમસ્ત હરી.
ચંદ્ર તણા તારામંડળથી રાત પ્રકાશિત જેમ થતી
કવિતા મારી સુંદર બનશે તેમજ શિવની કૃપાથકી;
સ્નેહથકી સાવધ બનતાં જે સમજીને સુણશે એને
વળી કહેશે કલિકાળતણાં કિલ્મિષ ના અડશે તેને.
પરમ પવિત્ર બનીને ઉત્તમ પદનો તે ભાગી બનશે,
રામચરણનો પ્રેમી બનતાં દુસ્તર મોહનદી તરશે.
(દોહરો)
ગૌરીશંકરની કૃપા સ્વપ્ને મુજ પર હો
પ્રભાવ પ્રાકૃત કવનનો યથાર્થ બનજો તો.