लक्ष्मण, भरत, शत्रुघ्न और हनुमानजी को वंदन
(चौपाई)
प्रनवउँ परिजन सहित बिदेहू । जाहि राम पद गूढ़ सनेहू ॥
जोग भोग महँ राखेउ गोई । राम बिलोकत प्रगटेउ सोई ॥१॥
प्रनवउँ प्रथम भरत के चरना । जासु नेम ब्रत जाइ न बरना ॥
राम चरन पंकज मन जासू । लुबुध मधुप इव तजइ न पासू ॥२॥
बंदउँ लछिमन पद जलजाता । सीतल सुभग भगत सुख दाता ॥
रघुपति कीरति बिमल पताका । दंड समान भयउ जस जाका ॥३॥
सेष सहस्त्रसीस जग कारन । जो अवतरेउ भूमि भय टारन ॥
सदा सो सानुकूल रह मो पर । कृपासिंधु सौमित्रि गुनाकर ॥४॥
रिपुसूदन पद कमल नमामी । सूर सुसील भरत अनुगामी ॥
महावीर बिनवउँ हनुमाना । राम जासु जस आप बखाना ॥५॥
(सोरठा)
प्रनवउँ पवनकुमार खल बन पावक ग्यानधन ।
जासु हृदय आगार बसहिं राम सर चाप धर ॥ १७ ॥
*
MP3 Audio
*
લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન અને હનુમાનજીને વંદન
(દોહરો)
અપાર પ્રેમ ધરાવતા રામચરણકમળે
પરિજન સાથે પ્રેમથી નમું જનકને એ.
ભોગયોગમાં પ્રેમને જે રાખેલો ગુપ્ત
જોતાંવેંત જ રામને પ્રગટયો તે જ પ્રસુપ્ત.
*
જેના વ્રત તપ નિયમ અપાર, રામને જ સમજે જે સાર,
મધુપ બની મન રામચરણ તજી કરે ના ક્યાંય ભ્રમણ,
એવા સુરતા સ્નેહસદન ભરતચરણમાં પ્રથમ નમન.
વંદન લક્ષ્મણ ચરણકમળ, શીતળ સુભગ ભક્તહિતકરન,
રઘુપતિ કીર્તિપતાકા પરમ, દંડસમો યશ જેનો વિમળ,
એ લક્ષ્મણને કરું નમન.
હજાર મસ્તકવાલા શેષ જગના કારણ જે પરમેશ,
હઠાવવા ધરતીનો ભાર લીધેલો જેણે અવતાર,
કૃપાસિંધુ ગુણના ભંડાર, માત સુમિત્રાના શિરતાજ,
વરસો કૃપાતણો વરસાદ, અનુકૂળ બનો એ પણ આજ.
ભરતને સદા અનુસરતા, શૂર સુશીલ અભય ધરતા,
રિપુસૂદન શત્રુઘ્નચરણ કરું ભાવથી ખૂબ નમન.
રામે કરી સ્વયં બહુમાન, કર્યાં જેમનાં પરમ વખાણ,
મહાવીર સેવક હનુમાન, કરું એમને આજ પ્રણામ.
(દોહરો)
ખલવનપાવક જ્ઞાનમય પવનકુમાર પ્રણામ,
ધનુષબાણ ધારી વસે હૃદય જેમના રામ.