रामनाम की महिमा
(चौपाई)
बंदउँ नाम राम रघुवर को । हेतु कृसानु भानु हिमकर को ॥
बिधि हरि हरमय बेद प्रान सो । अगुन अनूपम गुन निधान सो ॥१॥
महामंत्र जोइ जपत महेसू । कासीं मुकुति हेतु उपदेसू ॥
महिमा जासु जान गनराउ । प्रथम पूजिअत नाम प्रभाऊ ॥२॥
जान आदिकबि नाम प्रतापू । भयउ सुद्ध करि उलटा जापू ॥
सहस नाम सम सुनि सिव बानी । जपि जेई पिय संग भवानी ॥३॥
हरषे हेतु हेरि हर ही को । किय भूषन तिय भूषन ती को ॥
नाम प्रभाउ जान सिव नीको । कालकूट फलु दीन्ह अमी को ॥४॥
(दोहा)
बरषा रितु रघुपति भगति तुलसी सालि सुदास ॥
राम नाम बर बरन जुग सावन भादव मास ॥ १९ ॥
*
MP3 Audio
*
રામનામનો મહિમા
કારણ સૂર્ય ચંદ્ર પાવકનું રામનામ છે રઘુવરનું,
બ્રહ્મા હરિહર સ્વરૂપ સાચે જીવન તેમજ વેદતણું;
નિર્ગુણ ગુણભંડાર નામ એ ઉપમારહિત સહિત ઉપમા,
મહામંત્ર એ જપી મહેશ્વર કાશીમાં મુક્તિ ધરતા.
મહિમા ગણપતિ ગૂઢ જાણતા, નામથી જ પૂજાય પ્રથમ,
રિદ્ધિસિદ્ધિ સેવા કરતી પામ્યા તોય પરમ ઉપરામ.
કવિવર શ્રીવાલ્મીકિ જાણતા રામનામનો પૂર્ણ પ્રતાપ,
બની ગયા જે પવિત્ર બનતાં રામનામના ઊલટા જાપ;
રામનામ છે સહસ્ત્રનામ બરાબર એવી શિવવાણી
સુણી પાર્વતી પતિ સંગાથે જમ્યાં નામમહિમા માણી.
પાર્વતીતણો પ્રેમ પેખતાં શંકર ખૂબ જ હરખાયા,
સ્ત્રીભૂષણ સર્વોચ્ચ શિવોને ભૂષણ કરતાં અપનાવ્યાં;
નામતણા ઉત્તમ મહિમાને શંકર ભગવાને જાણ્યો
કાલકૂટ વિષપાન કરીને એથી અમૃતરસ માણ્યો.
(દોહરો)
રામભક્તિ વર્ષતું તો ડાંગર જેવા દાસ,
રામનામના અક્ષરો શ્રાવણ ભાદ્રપદ માસ.