if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

युधामन्युश्च विक्रान्त उत्तमौजाश्च वीर्यवान् ।
सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः ॥१-६॥

Yudhamanyuscha vikranta Uttamaujascha viryavana
Saubhadro draupadeyascha Sarva eva maharathah

યુધામન્યુ વિક્રાંત ને અભિમન્યુ રણવીર,
ઉત્તમૌજ દ્રોપદી-તનય સૌ મહારથી વીર.
*
अस्माकं तु विशिष्टा ये तान्निबोध द्विजोत्तम ।
नायका मम सैन्यस्य संज्ञार्थं तान्ब्रवीमि ते ॥१-७॥

Asmakam tu vishista ye tam nibodha dvijottama
nayaka mama sainasya Sangyanartham tan bravimi te

હવે આપણા સૈન્યના કહું શ્રેષ્ઠ જનને,
દ્વિજશ્રેષ્ઠ હે, સાંભળો સંક્ષેપ મહીં તે
*
MP3 Audio

*
भवान्भीष्मश्च कर्णश्च कृपश्च समितिंजयः ।
अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च ॥१-८॥

bhavan bhishmascha, karnascha kripascha samitinjayah
ashvathama vikarnascha somdattis tathaiva cha

તમે, ભીષ્મ ને કર્ણ છે, સેનાપતિ કૃપ છે,
અશ્વત્થામા વિકર્ણ ને સૌમદત્તિ પણ છે.
*
अन्ये च बहवः शूरा मदर्थे त्यक्तजीविताः ।
नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः ॥१-९॥

anye cha bahavah shura madarthe tyakta jivitah
nanashastra praharnah sarve yuddha-vishardah.

બીજાએ બહુ વીર છે વિવિધ શસ્ત્રવાળા,
યુધ્ધનિપૂણ જીવન મને અર્પણ કરનારા.
*
अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितम् ।
पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम् ॥१-१०॥

aparyaptam tad asmakam balam bhishmabhirakshitam
paryaptam tvidametesham balam bhimabhirakshitam

વિરાટ સેના આપણી રક્ષા ભીષ્મ કરે
પાંડવ સેના સ્વલ્પ છે, રક્ષા ભીમ કરે. ॥૧0॥

Meaning
पाण्डु सेना में विक्रान्त युधामन्यु, वीर्यवान उत्तमौजा, सुभद्रापुत्र अभिमन्यु, और द्रोपदी के पुत्र - सभी महारथी हैं । अब हे द्विजोत्तम, हमारी सेना के विशिष्ट योद्धाओं के बारे में मैं आप को बताता हूँ । हमारी सेना में स्वयं आप के अलावा पितामह भीष्म, कर्ण, कृपाचार्य, अश्वत्थामा, विकर्ण तथा सौमदत्त जैसे प्रमुख योद्धा है । उसके अलावा युद्धकला में निपुण, तरह तरह के शस्त्रों में माहिर और भी अनेकों योद्धा हैं जो मेरे लिये अपना जीवन न्योछावर करने के लिए तैयार हैं । भीम द्वारा रक्षित पाण्डवों की सेना की तुलना में भीष्म पितामह द्वारा रक्षित हमारी सेना का बल पर्याप्त नहीं है । 

પાંડવોની સેનામાં વિક્રાન્ત, યુધામન્યુ, વીર્યવાન ઉત્તમૌજા, સુભદ્રાપુત્ર અભિમન્યુ તથા દ્રૌપદીના પુત્રો - એ બધા મહારથીઓનો સમાવેશ થાય છે. હવે હે દ્વિજોત્તમ, આપણી સેનાના યોદ્ધાઓ વિશે હું તમને કહું. આપણી સેનામાં તમારા ઉપરાંત પિતામહ ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ અને સૌમદત્ત જેવા મહાન યોદ્ધાઓ છે. એમના સિવાય આપણી સેનામાં યુદ્ધકળામાં નિપુણ હોય, શસ્ત્રાસ્ત્રવિદ્યામાં માહિર હોય એવા અનેક યોદ્ધાઓ છે, જેઓ મારે માટે પોતાના જાનની બાજી લગાવવા તૈયાર છે. ભીમ દ્વારા રક્ષાયેલી પાંડવોની સેનાની તુલનામાં જો કે પિતામહ ભીષ્મ દ્વારા રક્ષાયેલ આપણી સેનાનું બળ પર્યાપ્ત નથી લાગતું.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.