if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

{slide=Arjuna's faith}

It is well known that Arjun became disheartened before the war began, however very few know that Yudhisthir also got dispirited before the commencement of Mahabharat war. When Yudhisthir cast a glance over his opponents spearheaded by Bhishma, he thought that it was almost impossible to win over Kauravas. Yudhisthir elaborated his concerns to Arjun. Arjun consoled him by saying that where there righteousness, there would be victory. He advised Yudhisthir to give up any such thoughts and fight for victory and justice.
 
Arjun reminded Yudhisthir about Narada's foretelling. Narada stated that whichever side to which Krishna would lend his support would become victorious. Since Krishna was on their side there was no reason for Yudhisthir to worry. The dialogue between Arjun and Yudhisthir displays Arjun's immense faith in Lord Krishna as well as on the outcome of the imminent war. It was surprising however that the same Arjun, later laid down his arms and sought Krishna's counsel.

{/slide}

મહાભારતની પ્રાચીન પરંપરાગત કથાને અનુસરીને કહીએ તો, કુરુક્ષેત્રના પરમ-પ્રખ્યાત ઐતિહાસિક મેદાનમાં થયેલા કૌરવ-પાંડવોના મહાભયંકર યુદ્ધ પહેલાં અર્જુનને વિષાદ થયેલો. એ વિષાદને દૂર કરવા ભગવાન કૃષ્ણે શરણાગત આર્ત અર્જુનને ભગવદ્-ગીતાનો જ્ઞાનગર્ભિત શાંતિપ્રદાયક સંદેશ પૂરો પાડયો. એ કથા સુપ્રસિદ્ધ છે. પરંતુ મહાભારત એ કથાના પૂર્વારંભમાં એક બીજી, બહુજન સમાજમાં અજ્ઞાત છતાં પણ અગત્યની કથા તરફ અંગુલિનિર્દેશ કરે છે. એ આશ્ચર્યકારક અંગુલિનિર્દેશ યુધિષ્ઠિરને થયેલા વિષાદ પ્રત્યે કરવામાં આવ્યો છે.

યુધિષ્ઠિરના વિષાદની એ વાત યુધિષ્ઠિરના વ્યકતિત્વને વિચારતાં સહેલાઇથી સમજાય તેવી છે. યુધિષ્ઠિર શાંત, સાત્વિક, સુવિચારશીલ તથા સંવેદનવાળા હતા. એમને એક અથવા બીજા કારણે ઉપરામતા અને વિષાદ થાય એ સ્વાભાવિક છે.

મહાભારતકારે એ વિષાદને વર્ણવતાં જણાવ્યું કે ધૃતરાષ્ટ્રપુત્રોની એકઠી થયેલી શસ્ત્રસજ્જ મહાન સેનાને અવલોકીને કુંતીપુત્ર યુધિષ્ઠિરને વિષાદ થયો.

बृहतीं धार्तराष्ट्रस्य सेनां दृष्टवा समुद्यताम् ।
विषादमगमद्राजा कुमतीपुत्रो युधिष्ठिरः ॥ (ભીષ્મ પર્વ, અધ્યાય 21, શ્લોક 1)

યુધિષ્ઠિરને થયેલા વિષાદનું કારણ કૌરવોના વિશાળ, અતિવિશાળ સૈન્યનું અવલોકન હતું. યુધિષ્ઠિરના કોમળ ચિત્તતંત્ર પર એ સૈન્યાવલોકનની પ્રબળ તથા પ્રતિકૂળ પ્રતિક્રિયા પડી.

એમણે સહજ ભાષામાં કહીએ તો ઊંડા ભયની અથવા આશંકાની લાગણી અનુભવી.

ભીષ્મે રચેલા કૌરવસેનાના અભેદ્ય નામના વ્યૂહને એમણે સાચેસાચ અભેદ્ય જ માની લીધો, અને અર્જુનને સાશંક બનીને કહ્યું પણ ખરું કે હે ધનંજય, હે મહાબાહુ, ભીષ્મ પિતામહ જેવા પરમપ્રતાપી મહાબળવાન મહાયોદ્ધાથી સુશોભિત તથા સુરક્ષિત ધૃતરાષ્ટ્રપુત્રો સાથે આપણે કેવી રીતે લડી શકીશું ? શત્રુઓના સર્વસંહાર કરનારા અનંત તેજવાળા ભીષ્મે આ અચળ અથવા અભેદ્ય વ્યૂહને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે રચેલો છે. એ અમોઘ વ્યૂહમાંથી આપણે શી રીતે છૂટી શકીશું ? આપણા સૈનિકો અસાધારણ સંશયમાં પડી ગયા છે.

અર્જુનને વિષાદમુક્ત બનાવવા માટે ભગવાન કૃષ્ણે ઉપદેશ આપ્યો તેમ, યુધિષ્ઠિરને એમના એ સંશયજનક વિષાદ તથા ભયમાંથી મુક્તિ મેળવવા માટે અર્જુને મહામૂલ્યવાન મદદ કરી.

એ જ અર્જુન પાછળથી વિષાદગ્રસ્ત બની ગયો એ વિધિની કેવી કરુણતા, વિડંબના કે વિચિત્રતા કહેવાય ?

પરંતુ હાલ તો અર્જુને યુધિષ્ઠિર સાથે કરેલા સંભાષણને યાદ કરીએ.

અર્જુને યુધિષ્ઠિરને જણાવ્યું કે વિશેષ પ્રજ્ઞાવાળા, ગુણવાળા તથા વીરતાવાળા ઘણા માનવોને થોડા માનવો કેવી રીતે જીતી શકે છે તે જાણવા જેવું છે. તમે અસૂયારહિત છો તો હું તમને એનું કારણ કહું છું. તે કારણને નારદઋષિ, ભીષ્મ અને દ્રોણાચાર્ય જાણે છે. પૂર્વે, દેવાસુર સંગ્રામમાં પિતામહ બ્રહ્માએ મહેન્દ્ર આદિ દેવોને ઉદ્દેશીને કહ્યું છે કે વિજય ઇચ્છનારાઓ બળથી અને વીર્યથી એવો વિજય પામતા નથી, જેવો સત્યથી, દયાળુતાથી, ધર્મથી અને ઉદ્યમથી પામે છે. તમે ધર્મ તથા અધર્મના સ્વરૂપને યથાર્થ રીતે સમજીને વિજયનો ઉત્તમ લોભ રાખો અને અહંકારને દૂર કરીને યુદ્ધ કરે. કેમ કે જ્યાં ધર્મ છે ત્યાં જય જ છે. યુદ્ધમાં આપણો ચોક્કસ વિજય જ થશે. વળી દેવર્ષિ નારદે કહ્યું છે જ્યાં કૃષ્ણ છે ત્યાં જય જ છે. જય તો કૃષ્ણનો દાસ છે, અને તે તેમની પાછળ પાછળ જાય છે.

જેમ વિજય કૃષ્ણનો એક ગુણ છે, તેમ વિનમ્રતા એમનો બીજો ગુણ છે. ગોવિંદ અનંત તેજવાળા છે. શત્રુઓના સમૂહમાં પણ વ્યથારહિત છે. એ તો સનાતન પુરુષ છે. તેથી જ્યાં કૃષ્ણ છે ત્યાં જય જ છે. પૂર્વે, અક્ષત આયુધવાળા આ વિષ્ણુએ હરિરૂપે અવતારી સુરો તથા અસુરોને પુછયું હતું કે, કોણ જીતશે ? ત્યારે 'અમે શી રીતે જીતવાના !' એમ કહેનારા દેવો જ જીત્યા હતાં. એ હરિના પ્રસાદથી જ ઇન્દ્રાદિ દેવો ત્રિલોકને પામ્યા હતાં. મને લાગે છે કે તમારે ચિંતા કરવાનું કોઇ જ કારણ નથી. વિશ્વભોક્તા ત્રૈલોક્યનાથ હરિ પોતે જ તમારા વિજયની અભિલાષા રાખે છે.

અર્જુનના વાર્તાલાપને સાંભળીને યુધિષ્ઠિરનો વિષાદ દૂર થયો.

એ વાર્તાલાપ દર્શાવે છે કે અર્જુનને ભગવાન કૃષ્ણની ઉપસ્થિતિ, અનુગ્રહ-શક્તિ અને અનુકંપામાં અપાર વિશ્વાસ હતો. એના ઉદગારોમાં એ વિશ્વાસનો રણકો હતો. એ જ વસ્તુ એને માટે અને સમસ્ત પાંડવપક્ષને માટે તારક થઇ પડી.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.