રમણ મહર્ષિ એકવાર બધા સાથે જમવા બેઠેલા.
ભાતની અંદર બધાંને એકેક ચમચી ઘી આપનારી પીરસનાર બાઈએ મહર્ષિને બે ચમચી ઘી આપી દીધું.
મહર્ષિ તરત જ બોલી ઉઠ્યા :
‘મને વધારે ઘી કેમ આપ્યું ? હું પણ આશ્રમનો એક સભ્ય જ છું. મારો આશ્રમ પર કોઈ વિશેષ અધિકાર નથી કે મને વધારે ઘી આપવું પડે. હવેથી આવી ભુલ ના કરશો. આ પતરાવળું લઈ જાવ, ને ભાતનું બીજું પતરાવળું લાવીને તેમાં એક ચમચી ઘી આપો, એટલે હું જમું.’
જમવા બેઠેલાં બધાં સ્તબ્ધ થઈ ગયાં.
‘કેટલી બધી જાગૃતિ ને કેટલું ઊંડુ આત્મનિરીક્ષણ ?’
- શ્રી યોગેશ્વરજી