ગાઢ આવરણ વિધુની આગળ વાદળ કેરું આવે,
પ્રકાશ પ્રકટ્યો પરમ છતાંયે એકાએક ન ફાવે;
મટે ચારુતા નહીં તોય ના દ્રષ્ટિગોચર થાય,
આકર્ષણ માધુર્ય એહનું નિરર્થક બની જાય.
એવી રીતે અવિદ્યાતણું વાદળ અતિ ઘેરું
આત્માની આગળ આવીને અલૌકિક અનેરું
ફરી વળે આત્માનુભૂતિ ના ત્યારે અમૂલખ થાય
અનંત વૈભવ આત્મા કેરો ના સમજાય જરાય.
- શ્રી યોગેશ્વરજી