વિશાળ વારિધિ જેવું વિશ્વ
એમાં પાંચેક જેટલા પૃથક ખંડપ્રદેશ
એમાં વળી પેટાપ્રદેશ
એમાં એકાદ સ્થળે સાધારણ સલિલબિંદુ સરખું ભારત
એમાં વળી એનો એક નાનો સરખો પ્રદેશ
એનું એથીયે નાનું સ્થળ
શહેર કે ગામ
એમાં થતી પ્રવૃત્તિ
એનો વળી આટલો બધો અહંકાર શો ?
વિશાળ વિશ્વના હિસાબે એનું સ્થાન કેટલું ?
०००
પરંતુ....
વિશાળ વારિધિ જેવું વિશ્વ
એમાં પાંચ જેટલા પૃથક પૃથ્વીપ્રદેશ
એમાં વળી પેટાપ્રદેશ
એમાં એકાદ સ્થળે સાધારણ સલિલબિંદુ સરખું ભારત
એમાં વળી એનો એક નાનો સરખો પ્રદેશ
એનું એથીયે નાનું સ્થળ
શહેર કે ગામ
એમાં થતી પ્રવૃત્તિ પણ મહત્વની
વિશ્વના વિશાળ હિતને માટે ઉપયોગી છે
એમ માનીને એને નમ્રતાપૂર્વક કરવામાં આવે
નાના કે મોટા બધા તરફથી બધે સ્થળે કરવામાં આવે તો....
- શ્રી યોગેશ્વરજી