નકલનો ભેદ
અસલની અવજ્ઞા
અશાંતિ અને દુઃખનું મૂળ કારણ એ જ છે.
એને લીધે જ જીવ બેચેન બને છે.
અસલ અને નકલને જાણવાની દ્રષ્ટિ ક્યાં છે ?
એ દ્રષ્ટિ આવે તો અસલને ઓળખી શકાય,
અપનાવી શકાય.
વફાદાર રહી શકાય,
આત્મસાત કરી શકાય,
અસલનિષ્ઠ બની શકાય.
અને આખરે અસલ પણ થઈ શકાય.
અસલનો અનુરાગ
નકલનો પૂરેપૂરો તાગ
સુખ ને શાંતિનું સીધું સાધન બને છે,
એને લીધે જ જીવને સાર્થક્ય મળે છે.
- શ્રી યોગેશ્વરજી