પથ પરથી પસાર થતા પીડાગ્રસ્ત પુરૂષે
સાથીને કહ્યું,
વરસાદ આ વરસે ઓછો છે
પચીસ ટકા વરસ બગડી જશે,
એણે દુઃખ લગાડ્યું.
સાથીએ સત્વર જણાવ્યું,
પચીસ ટકા બગડી જશે એ તો સાચું
કિન્તુ પંચોતેર ટકા સુધરી જશે ને ?
એટલી કુદરતની કૃપા.
એણે સુખ વ્યક્ત કર્યું.
- શ્રી યોગેશ્વરજી