શ્વાન ભસવા લાગ્યા
ગર્દભ મન મૂકીને બરાડવા,
શિયાળ પોકારી
કાગ કાકકાક કરીને
પેટ ભરીને પ્રતિકાર કરવા માંડ્યા;
સમીરના સુસવાટાએ ચર્મને ચીરવાની
ધૂળે ધૂલિધૂસર કરવાની કોશિષો સાથે
તાંડવ આદર્યાં,
તો પણ એમનું કશુંયે ના ચાલ્યું.
ગિરિ એવો જ ગંભીર ગૌરવશાળી અને અચળ રહ્યો,
હાથી એની રીતે આગે બઢતો જ ગયો,
એનું રુંવાડુંય ના હાલ્યું.
આખરે એ બધું નાસીપાસ થયું, શાંતિ પામ્યું.
- શ્રી યોગેશ્વરજી