Download details |
Upnishad Nu Amrut (ઉપનિષદનું અમૃત) | ||||||||||||||||||||||||||
ઉપનિષદો પર વિસ્તૃત છણાવટ હજારો વરસો પહેલાં ભારતના પ્રાતઃસ્મરણીય ઋષિવરો આધ્યાત્મિક અનુભૂતિની કેવી ઉચ્ચોચ્ચ અવસ્થાએ પહોંચ્યા હતા, એમણે સાધનાની સ્વાનુભૂતિનાં કેવાં સુમેરુશિખરો સર કરેલાં, અને એમના વિચારો, ભાવો અને વ્યવહારો કેટલા બધા ઉદાત્ત અને વિશુદ્ધ હતા, અને એમણે કેવી ઉચ્ચત્તમ સંસ્કૃતિનું સર્જન કરેલું એનો ખ્યાલ મેળવવો હોય તો ઉપનિષદોને વાંચવા વિચારવાની આવશ્યકતા છે. ઉપનિષદોને રચાયે સદીઓ વીતી ગઈ હોવા છતાં એમનો સંદેશ સનાતન અને સર્વોપયોગી હોવાથી આજે પણ માનવના અંતરાત્માને અનુપ્રાણિત કરવાની શક્તિ ધરાવે છે. એમાં શાંતિનો શાશ્વત સંદેશ સમાયેલો છે, પ્રેરણાનો પારાવાર પડેલો છે અને માનવમનનું માંગલ્ય સાધવાની સામગ્રી છે. આપણી દુનિયામાં ભૌતિક અથવા વૈજ્ઞાનિક વિકાસ વધતો જાય છે એ એક સારું ચિહ્ન છે, પરંતુ એની સાથેસાથે માનવના મન અથવા અંતરને ઉદાત્ત બનાવવાની અનિવાર્ય આવશ્યકતા છે. એ આવશ્યકતાની પૂર્તિ માટે ઉપનિષદો અમૂલખ ફાળો આપી શકે તેમ છે. એમનું અધ્યયન-અધ્યાપન જેટલું વધારે થાય એટલું શ્રેયસ્કર થઈ પડશે. |
|
Comments
please.