Download details |
![]() | ||||||||||||||||||||||||||
શ્રી યોગેશ્વરજી કૃત બાળગીતોનો સંગ્રહ. પૂ. યોગેશ્વરજીના બાળસખા નારાયણભાઈ જાનીની પુત્રી બિન્દુ એકવીસ વરસની ઉંમરે અકસ્માતનો ભોગ બનીને મૃત્યુ પામી. એની સ્મૃતિમાં પ્રસિદ્ધ કરાયેલ આ પુસ્તકમાં યોગેશ્વરજી કૃત ૧૦૧ બાળગીતોને સમાવી લેવામાં આવ્યા છે. આ બાળગીતોની ખાસિયત એમાં વણાયેલા વિષયોની વિવિધતા છે. એમાં નદી, પર્વત, વરસાદ, ઝરણાં, સાગર, ચંદ્ર જેવાં પ્રકૃતિનાં તત્વોથી લઈ પોપટ, ચકલી, ખિસકોલી, કોયલ, સારસ, અણસલાં જેવાં પશુ-પક્ષીઓ અને દેશપ્રેમને ગાતાં ગીતો છે. તો હિંમત નહીં હારવાની, મહેનત કરવાની, સ્વચ્છતાની ઉપાસના કરવાની, લડાઈ-ઝઘડા બંધ કરવાની શીખ આપતાં પ્રેરણાદાયી ગીતો પણ છે. આ પુસ્તકમાં શામેલ ગુરુની વંદના - અમોને જ્ઞાન દેનારા ગુરુને લાખ વંદન હો, તથા પ્રાર્થના - એવી બુદ્ધિ દો અમને કે ભલું અન્યનું એથી થાય, ઘણી શાળાઓમાં પ્રાર્થના તરીકે સ્થાન પામ્યા છે. આજકાલ બાળકોને રસ પડે તેવા ગીતો શોધવા મુશ્કેલ છે તેવા સમયે યોગેશ્વરજી જેવા સંતપુરુષની કલમે આલેખાયેલા ગીતો ખાસ કરીને બાળકો અને એમના માતાપિતા અને શિક્ષકોને અવશ્ય પસંદ પડશે. |
|