Download details |
![]() | ||||||||||||||||||||||||||
શ્રી યોગેશ્વરજીએ એમના માતુશ્રી માતાજી જ્યોતિર્મયીના સ્વર્ગવાસ પછી માતા પ્રત્યેના પ્રેમથી પ્રેરાઈને લખેલા કાવ્યોનો સંગ્રહ 'તર્પણ' પ્રસિદ્ધ કર્યો હતો. એ પછી લખાયેલા વિવિધ કાવ્યો આ પદ્યસંગ્રહ 'અર્પણ'માં સ્થાન પામ્યા છે. પ્રસ્તુત સંગ્રહમાં પૂજારીને સંબોધીને લખાયેલ ગીત 'પ્રભુજી તારા બહાર બેઠા કરે પ્રતીક્ષા તારી, પૂજા કોની કરે પૂજારી?' તથા સાધકોને માટે પ્રાર્થનાની ગરજ સારે એવી 'બારણાં ઊઘાડીને અંદર આવી શકું ના, તમે તો ઊઘાડો બારણાં' - જેવા સુપ્રસિદ્ધ ભજનોનો સમાવેશ થાય છે. કવિતાના ચાહકો તથા શ્રી યોગેશ્વરજીના પ્રસંશક તથા અનુયાયીઓને પ્રસ્તુત સંગ્રહમાંથી પ્રેરણાની સામગ્રી મળી રહેશે. E-book |
|