Download details |
![]() | ||||||||||||||||||||||||||
રામચરિતમાનસ સંતશિરોમણી ગોસ્વામી તુલસીદાસજી મહારાજની અમર રચના એટલે રામચરિતમાનસ. મૂળ સંસ્કૃતમાં આદિકવિ વાલ્મીકિ દ્વારા લખાયેલ રામાયણને સોળમી સદીમાં જન્મેલ તુલસીદાસે દોહા, છંદ અને ચોપાઈમાં સરળતાથી ગવાય એવી પ્રાકૃત અવધિ ભાષામાં ઉતાર્યું. એ પછી એની લોકપ્રિયતા આસમાનને આંબી ગઈ. બ્રિટીશ કાળ દરમ્યાન ઈતિહાસકારોએ નોંધવું પડ્યું કે બ્રિટનના ગામડાંઓમાં જેટલું બાઈબલ નથી પહોંચ્યું એથી વધુ ભારતમાં રામચરિતમાનસ પહોંચ્યું છે. તુલસીદાસે કોઈ અલગ ધર્મ, સંપ્રદાય, પંથ કે મતની સ્થાપના કરી નહોતી. એ પોતે કોઈ ગુરુ કે સિદ્ધ સંત નહોતા છતાં એમના દ્વારા રચાયેલ રામચરિતમાનસને અદભુત ખ્યાતિ મળી. એ લોકજીભે એવું ચઢી ગયું કે એની પંક્તિઓને લોકો રોજબરોજના જીવનમાં કહેવત તરીકે ઉપયોગ કરવા માંડ્યા. રામચરિતમાનસ લોકોના રોજિંદા જીવનમાં ધર્મ અને અધ્યાત્મનું પ્રેરક બળ થઈ પડ્યું. તુલસીદાસના અવધિ ભાષામાં રચાયેલ આ મહાગ્રંથને ગુજરાતના સમર્થ સંત અને સાહિત્યકાર શ્રી યોગેશ્વરજીએ ગુજરાતીમાં પ્રસ્તુત કરવાનું બીડું ઝડપ્યું અને લગભગ સવા વરસ જેટલા ટૂંકા સમયમાં એમણે એનો ભાવાત્મક પદ્યાનુવાદ કરી ગુજરાતી જનતા સમક્ષ મૂકી દીધો. અમદાવાદમાં ગુજરાતી ભાષાના મૂર્ધન્ય લેખક ઉમાશંકર જોશીના હસ્તે એનું વિમોચન કરવામાં આવેલું. ત્યારપછી દેશવિદેશમાં એના ઘણાં પારાયણ પણ થયા છે. E-book |
|
Comments
*
Please try on a different browser or a different device. It is working fine.
- admin
I like this book so much