ધૂણી રે ધખાવી
MP3 Audio
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
હરીના એ નામની રે અલખના એ ધામની ... ધૂણી રે ધખાવી
ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો
તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો
હે ગમ ના પડે રે એને ઠાકુર તારા નામની ... ધૂણી રે ધખાવી…
કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે લાગી
કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી
હે તરસ્યું રે જાગી જીવને ભક્તિ કેરા જામની ... ધૂણી રે ધખાવી…
- અવિનાશ વ્યાસ
Comments
એક રે તંબુરાનો તાર ને બીજી તાતી તલવાર,
એક જ વચનમાંથી બેયું ઉપજ્યા તોય મેળ મળે લગાર.