if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

લોહાણા બોર્ડીંગ, વડાદરા.

તા. ૩૦ જાન્યુ. ૧૯૪૧

મારા વ્હાલા આત્મા,

આનંદ, આનંદ, આનંદ. પત્ર મળ્યો. અરવિંદનો પત્ર આવી ગયો. તેમના નલીનીકાન્ત બાબુ નામના સેક્રેટરીએ લખ્યું હતું ‘We beg to inform you that it will not be possible to take you in the Asram as an inmate’. પછી-શી કલ્પના થાય છે ? હું નિરાશ થયો હોઈશ ? નિરાશ થનારને માટે આ આધ્યાત્મિક જગતમાં સ્થાન જ નથી. મેં એમ જ માન્યું કે અરવિંદાશ્રમમાં હમણાં જવાનું નહિ હોય, અને એ પણ ખરું છે. સાક્ષાત્કાર કાંઈ કોઈ એક ઠેકાણે જ થઈ શકે છે ?

ગઈ ૨૨મી તારીખે સ્વામી શિવાનંદને ઋષિકેશ પત્ર લખેલો તે બીજા પાને લખ્યો છે. તેમનો ઉત્તર સુંદર આવ્યો છે. એ આ રહ્યો--

 

Beloved Self,

Delighted to peruse the contents of your letter. You are a man of great spiritual samskaras. You can nicely progress in the spiritual line. Have some daily, regular practices in concentration, meditation, Japa. Through selfless service to society, to religious institutions, purify your heart. Then you quickly progress in meditation while remaining in solitude.

Strict solution is only for advanced students. Kindly try to get some job and serve your mother. This is a great yoga. Side by side, remain as Brahmachari and practise yoga. When you advance, then you can come to me. This is a place for advanced students. Preparation for this life should be nicely done while remaining in the world. Otherwise, the sadhaks become very laury at the end. Have daily practice. At the end of every month, write to me about your progress. I will give you further lessons for your practice.

- They own self.

 

કેવું સરસ લખાણ છે ! આ જ ડાહ્યો પ્રત્યુત્તર છે. મારા મામાને મેં વાત કરી છે ને તેમણે મને કહ્યું છે કે હું ૧૦૦ રૂ. નું દેવું પતાવું એટલે મને છૂટો કરવામાં આવશે.

 પ્રાણાયામ બંધ રાખશો. ધ્યાન ચાલુ રાખવું. રોજ રાતે આખા દિવસને યાદ કરવો ને શુદ્ધિ માટે પ્રાર્થના કરવી. સાગરના કિનારા પર જઈને ઊંડા શ્વાસ લો. ૐ ૐ ને સોહમ્ થી ઉરને ભરી દો. એ વખતે ભાવના કરો કે તમે નિરોગી છો, પ્રેમ છો, આનંદ છો, મુક્ત ને બુદ્ધ છો. આપણા અસલના ઋષિઓ ગૃહસ્થાશ્રમમાં રહીને ધર્મ કાર્ય કરતા. એ કાંઈ સહેલું નથી. એ તો યોગિનામપ્યગમ્યમ્ છે. સ્ત્રીને પોતાના આત્મારૂપ માનવી એ જ ઉત્તમ છે. આધ્યાત્મિક પ્રગતિ ત્યારે જ થાય જ્યારે નિર્દોષ ને પ્રેમાળ એવી ગ્રામકન્યા પત્ની તરીકે મળે. તમને એ મળ્યું છે એટલે તમે પ્રગતિ કરી શકશો. જીવન એક યજ્ઞ છે એ ના વિસરશો.

બેનના વિષે તમે મને પહેલાં વાત કરી હતી. હવે તેમના વિચાર કેવા છે ? એ બેનને કહેજો કે એક ઉડાઉ કે શ્રીમંતની સાથે તમારાં લગ્ન થાય તેથી કાંઈ ગભરાવાનું નથી. લગ્ન કરવાં જ પડે તો પણ મહાભાગ્ય જ માનવું. તમારા સંસ્કારથી જો તમે એ પતિના ઉડાઉપણાને નાબૂદ કરી શકો, ને એના પોકળ જીવનમાં કંઈક પણ પ્રાણ પૂરી શકો, તો તમે મહાન કાર્ય કર્યું કહેવાશે. એ શ્રીમંત હોય તો એના હૃદયમાં ગરીબો પ્રત્યે પ્રેમ પ્રકટાવવો એ તમારો ધર્મ હોઈ શકે. એની સાથે જીવન જોડતાં તમે એક મહાન આદર્શ માટે તેમ કરો છો એટલું સ્મરણમાં રાખશો. તો લગ્નજીવન બહુ જ સારું જશે.

જઠર સાફ હોય તો ખરાબ વિચાર થતા નથી. કબજીયાતથી જ ઘણાં રોગ થાય છે. આપણા ખોરાક પર વાસના વધારે ભાગે અવલંબે છે. ખોરાકમાં તેલ, મરચું, ખટાશ, ખારાશ વધારે ના હોવાં જોઈએ, એકલા ફરવા જાઓ. વહેલા ઊઠતા રહો. મોડામાં મોડા ૧૦ વાગે સૂઈ જાઓ. તમે ‘નારાયણ’ છો, સંપૂર્ણ સ્વતંત્ર ને પૂર્ણ છો. લગ્ન પછી પણ અભ્યાસ થાય એ સારું છે. કોઈ સારી જગા મળતી હોય તો કાંઈ નહિ. તમે કદી માયામાં ફસાશો એ હું માની શકતો નથી. મને વિશ્વાસ છે. વિચારો લખતા રહો. વાર્તાઓ થોડી જ વાંચો. ચિંતનપ્રધાન સાહિત્ય કે જીવનચરિત્રો વધારે વાંચો. બને તો ‘રામકૃષ્ણ પરમહંસ’ ફરી વાંચી જાઓ.

Life is short, Time is fleeting

          And the world is full of miseries;

Cut the knot of Avidya

          And drink the Nirvanic Bliss.

- Swami Sivananda.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.