॥ अथ प्रथम अध्याय ॥
પહેલો અધ્યાય | प्रथम वल्ली
ॐ अशन् ह वै वाजश्रवस: सर्ववेदसं ददौ ।
तस्य ह नचिकेता नाम पुत्र आस ॥१॥
om ushan ha vai vajashravasah sarva vedasam dadau ।
tasya ha nachiketa nama putra asa ॥1॥
तं ह कुमारं सन्तं दक्षिणासु नीयमानसु श्रद्धा आविवेश सोऽमन्यत ॥२॥
tam ha kumaram santam dakshinasu
niyamanasu shraddha vivesha so'manyata ॥2॥
पीतोदका जग्धतृणा दुग्धदोहा निरिन्द्रिया: ।
अनन्दा नाम ते लोकास्तान् स गच्छति ता ददत् ॥३॥
pit-odaka jagdha-trina dugdha-doha nir-indriyah ।
ananda nama te lokastan sa gacchhati ta dadat ॥3॥
स होवाच पितरं तत कस्मै मां दास्यतीति ।
द्वितीयं तृतीयं तं होवाच मृत्यवे त्वा ददामीति ॥४॥
sa hovacha pitaram tata kasmai mam dasyas iti ।
dvitiyam tritiyam tam hovacha mrityave tva dadam iti ॥ 4॥
નચિકેતાની વાત
મંગલકારક પરમાત્માનું પ્રથમ નામ ૐકાર સ્મરૂં,
પછીથી પરમ જ્ઞાનભરેલી મંગલ એવી વાત કહું !
અરૂણ નામે એક મહર્ષિ યજ્ઞદાનમાં શ્રેષ્ઠ હતા,
અન્નદાન તે દેતા ખૂબ જ, તેથી કીર્તિ લભેલ હતા.
વાજશ્રવા કહેવાતા તે, તેનો ઉદ્દાલક તે પુત્ર,
મહાન યજ્ઞ કરીને તેણે પિતાનું ચાલુ રાખ્યું સૂત્ર.
મહાન યજ્ઞ કરીને તેણે દાન દ્રવ્યનું ખૂબ કર્યું,
દક્ષિણા પછી દેવા માટે ગાયો લાવો એમ કહ્યું.
પરંતુ એ ગાયો દોહેલી, ખાધેલી ને પીધેલી,
ઈન્દ્રિય નષ્ટ થયેલી તેવી, હતી મૃત્યુથી બીધેલી.
એવી ગાયો આપે તે તો નીચ યોનિને પામે છે,
સુખ ના તેને મળે દાન જે ખરાબ એવું આપે છે.
નચિકેતા નામે એ ઋષિનો પુત્ર હતો ત્યાં આવેલો,
તેને દાન ગમ્યું ના આવું, બોલ્યો તે શોકિત જેવો.
પિતાજી, મને કોને દો છો ? પ્રિય તો હું જ તમારો છું,
પ્રિયમાં પ્રિયનું દાન દઈ દો, ખરાબનું ના દાન કહ્યું.
બીજી ત્રીજી વાર પૂછ્યું ત્યાં ક્રોધે થૈ ને ઋષિ બોલ્યા,
દઈ દઉં છું તને મૃત્યુને, આવેશમહીં ઋષિ બોલ્યા. ॥૧-૪॥