યમ કહે છે
प्र ते ब्रवीमि तदु मे निवोध स्वर्ग्यमग्निं नचिकेत: प्रजानन् ।
अनन्तलोकाप्तिमथो प्रतिष्ठां विद्धि त्वमेतं निहितं गुहायाम् ॥१४॥
pra te bravimi tadu me nibodha
swargyam agnim nachiketah prajanan ।
ananta lokaptim atho pratishtham
viddhi tvam etam nihitam guhayam ॥14॥
હે નચિકેતા, સ્વર્ગદાયિની અગ્નિતણી એ વિદ્યા છે.
અમર લોકને દેનારી ને હૃદયગુફામાં છૂપી છે.
વિદ્વાન જ જાણે છે તેને, હું તેને સમ્યક્ જાણું,
સમજી લેજે ખૂબ બરાબર, પ્રેમથી તને સમજાવું. ॥૧૪॥
*
लोकादिमग्निं तमुवाच तस्मै या इष्टका यावतीर्वा यथा वा ।
स चापि तत्प्रत्यवदद्यथोक्तमथास्य मृत्यु: पुनरेवाह तुष्ट: ॥१५॥
lokadim agnim tam uvacha tasmai
ya ishtaka yavatirva yatha va ।
sa chapi tat pratyavadady athoktam
athasya mrutyuh punar evaha tushtah ॥15॥
પછી યમે અગ્નિતણી વિદ્યા કહી સ્વર્ગને દેનારી;
કુંડ કેમ કરવો ને લેવી ઈંટ કેટલી કેમ કરી,
કહી બધીયે વાત યમે, ને નચિકેતાને ફરી કહી,
કંઠસ્થ કરી લીધી તે વિદ્યાને, યમને તૃપ્ત કરી. ॥૧૫॥
*
तमब्रवीत प्रीयमाणो महात्मा वरं तवेहाद्य ददामि भूय: ।
तवैव नामा भवितायमग्नि : सृक्ङां चेमामनेकरुपां गृहाण ॥१६॥
tam abravit priyamano mahatma
varam tav ehadya dadami bhuyah ।
tavaiva namna bhavitayam agnih
srinkam ch emam aneka rupam gruhana ॥16॥
પ્રખર બુદ્ધિ નચિકેતાની તે જોઈને યમદેવ કહે,
વરદાન દઊં છું, તુજ નામે આ વિદ્યા વિખ્યાત થશે.
અનેક રૂપોવાળી રત્નોની આ મારી માળા છે,
તે પણ તુજને ભેટ કરું છું, સ્વિકાર કર તું માળાને ! ॥૧૬॥
*
અગ્નિવિદ્યાનું ફળ
त्रिणाचिकेतस्त्रिभिरेत्य सन्धिं त्रिकर्मकृत् तरति जन्ममृत्यू ।
ब्रह्मजज्ञ। देवमीड्यं विदित्वा निचाय्येमां शान्तिमत्यन्तमेति ॥१७॥
tri-nachiketas tri-bhiretya sandhim
tri-karma-krittarati janma-mrityu ।
brahma-jajnam devam-idyam viditva
nichayyemam shantim atyantam eti ॥17॥
વેદસાથ જે આ વિદ્યાનું અનુષ્ઠાન ત્રણવાર કરે,
યજ્ઞ, દાન ને તપ એ કર્મો નિર્લિપ્ત રહી રોજ કરે,
તે જાણી લે અગ્નિદેવને જે સૃષ્ટિને જાણે છે,
અનંત શાંતિ વળી પામે તે જે મારામાં લાગે છે. ॥૧૭॥
*
त्रिणाचिकेतस्त्रयमेतद्विदित्वा य एवं विद्वांश्चिनुते नाचिकेतम् ।
स मृत्यृपाशानृ पुरत: प्रणोद्य शोकातिगो मोदते स्वर्गलोके ॥१८॥
tri-nachiketas trayam etad viditva
ya evam vidvam shchinute nachiketam ।
sa mrityu-pashan puratah pranodya
shokatigo modate swarga-loke ॥18॥
કેટલી અને કેવી ઈંટો લેવી, અગ્નિ પ્રકટ કરવો,
એ જાણી ત્રણવાર યજ્ઞ કે આ વિદ્યાને જે કરતો,
મૃત્યુબંધને તોડી દે તે, આ દેહે આનંદ લભે,
સ્વર્ગલોકમાં જાય છેવટે, અમર બની આનંદ કરે. ॥૧૮॥