ત્રીજું વરદાન
एष तेऽग्निर्नचिकेत: स्वर्ग्यो यमवृणीथा द्वितीयेन वरेण ।
एतमग्निं तवैव प्रवक्ष्यन्ति जनासस्तृतीयं वरं नचिकेतो वृष्णीष्व ॥१९॥
esha te'gnir nachiketah swargyo
yama vrunitha dvitiyena varena ।
etam agnim tavaiva pravakshyanti janasah
tritiyam varam nachiketo vrunishva ॥19॥
येयं प्रेते विचिकित्सा मनुष्येऽस्तीत्येके नायमस्तीति चैके ।
एतद्विद्यामनुशिष्टस्त्वयाहं वराणामेष वरस्तृतीय: ॥२०॥
yeyam prete vichikitsa manushye-
'stityeke nayam astiti chaike ।
etad vidyam anushishtas tvaya'ham
varanam esha varas trutiyah ॥20॥
નચિકેતા, આ સ્વર્ગદાયિની અગ્નિતણી વિદ્યા સારી,
તારે નામે ખ્યાત થવાની, માગી તેં તેથી આપી.
હવે ત્રીજું વરદાન માગ તું; નચિકેતાએ વર માગ્યું,
કહો મને કે મૃત્યુ પછી આ આત્મતત્વનું થાયે શું ?
કોઈ કહે રહે ના આત્મા, કહે કોક કે રે’છે એ,
ખરેખર કહો મને તમે કે મર્યા બાદ શું થાયે છે ! ॥૧૯-૨૦॥
*
યમ કહે છે
देवैरत्रापि विचिकित्सितं पुरा न हि सुवेज्ञेयमणुरेष धर्म: ।
अन्यं वरं नचिकेतो वृणीष्व मा मोपरोत्सीरति मा सृजैनम् ॥२१॥
devair atrapi vichikitsitam pura
na hi suvijneyam anuresha dharmah ।
anyam varam nachiketo vrunishva
ma moparotsirati ma srujainam ॥ 21॥
યમે કહ્યું, હે નચિકેતા, આ બાબત મથતા’તા દેવો,
પરંતુ આવો સુક્ષ્મ વિષય છે, સમજી શક્યા નહીં તેઓ;
તું તો બાળક છે માટે વર બીજું કોઈ માગી લે,
દબાણ મુજને કરીશ ના તું, આ વર પાછું આપી દે. ॥૨૧॥
*
નચિકેતા કહે છે
देवैरत्रापि विचिकित्सितं किल त्वं च मृत्यों यत्र सुविज्ञेममात्थ ।
वक्ता चास्य त्वादृगन्यों न लभ्यो नान्यो वरस्तुल्य एतस्य कश्चित् ॥२२॥
devair atrapi vichikitsitam kila
tvam cha mrutyo yanna sujneyamattha ।
vakta chasya tvadriganyo na labhyo
nanyo varastulya etasya kashchit ॥22॥
તમે કહો છો યમ, કે દેવો વિચાર આનો કરતા’તા,
કઠિન વિષય છે આ, તમ જેવા મળી શકે ના કહેનારા;
તેથી હું જો આ જ પામવા માગું છું વરદાન ખરે,
કૃપા કરી ઉપદેશ દો હવે, આત્મજ્ઞાનની ભૂખ મને ! ॥૨૨॥