યમ પ્રલોભન આપે છે
शतायुष: पुत्रपौत्रान् वृणीष्व बहून् पशून् हस्तिहिरण्यमश्वान् ।
भूमेर्महदायतनं वृणीष्व स्वयं च जीव शरदो यावदिच्छसि ॥२३॥
shat-ayushah putra-pautran vrunishva
bahun pashun hasti hiranyam ashvan ।
bhumer mahadayatanam vrunishva
swayam cha jiva sharado yavad icchasi ॥23॥
હજારો વરસની ઉંમરના પુત્રપૌત્રને માગી લે,
પશુ ને હાથી સુવર્ણ તેમજ અનેક ઘોડા ચાહી લે;
સૃષ્ટિનું સામ્રાજ્ય માગ તું, જીવ હજારો વર્ષ લગી,
ઈચ્છે ત્યાં લગ જીવ ભલે તું, દઈશ એ વરદાન દઈ. ॥૨૩॥
*
एतत्तुल्यं यदि मन्यसे वरं वृणीष्व वित्तं चिरजीविकां च ।
महाभूभौ नचिकेतस्त्वमेधि कामानां त्वा कामभाजं करोमि ॥२४॥
etat tulyam yadi manyase varam
vrunishva vittam chira-jivikam cha ।
mahabhumau nachiket astvam edhi
kamanam tva kamabhajam karomi ॥24॥
ધનસંપત્તિ, અનંતકાળનું જીવન ને તેનાં સાધન,
આ વરદાન સમાં માને તું, માગી લે તો તે સાધન;
સમ્રાટ બની જા પૃથ્વીમાં મહાન તું હે નચિકેતા !
સર્વ કામનાથકી પૂર્ણ હું કરીશ તુજને ક્ષણભરમાં. ॥૨૪॥
*
ये ये कामा दुर्लभा मर्त्यलोके सर्वान् कामांश्छन्दत: प्रार्थयस्व ।
इमा रामा: सरथा: सतूर्या न हीदृशा लम्भनीया मनुष्यै: ।
आभिर्मत्प्रत्ताभि: परिचारयस्व् नचिकेतो मरणं मानुप्राक्षी ॥२५॥
ye ye kama durlabha martya-loke
sarvan kamam shchandatah prarthayasva ।
ima ramah sarathah saturya
na hidrisha lambhaniya manushyaih ।
abhirmat prattabhih paricharayasva
nachiketo maranam ma'nuprakshih ॥25॥
મૃત્યુલોકમાં નથી ભોગ જે તે ભોગો તું માગી લે,
ઊભી અપ્સરા સ્વર્ગની અહીં રથવાદ્ય લઈ તેને લે;
આપું છું તે સર્વેને હું, સેવા તે તારી કરશે,
મર્યા પછી શું થાય વાત એ નચિકેતા, ના પૂછ મને. ॥૨૫॥