નચિકેતા કહે છે
श्वो भावा मर्त्यस्य यदन्तकैतत् सर्वेन्द्रियाणां जरयन्ति तेज: ।
अपि सर्वम् जीवितमल्पेमेव तवैव वाहास्तव नृत्यगीते ॥२६॥
shvo-bhava martyasya yadanta kaitat
sarvendriyanam jarayanti tejah ।
api sarvam jivitam alpam eva
tava iva vahastava nrutya-gite ॥26॥
न वित्तेन तर्पणीयो मनुष्यो लप्स्यामहे वित्तमद्राक्ष्म चेत् त्वा ।
जीविष्यामो यावदीशिष्यसि त्वं वरस्तु मे वरणीय: स एव ॥२७॥
na vittena tarpaniyo manushyo
lapsyamahe vittam adrakshma chet tva ।
jivishyamo yavadishishyasi tvam
varastu me varaniyah sa eva ॥27॥
ભોગ બધા એ ક્ષણભંગુર છે, તેજ ઈન્દ્રિયોનું હણતા;
આયુષ્ય મોટું તોય અલ્પ છે, ભોગ ભોગવ્યે ના ખુટતા;
નૃત્યગીત ને વાદ્ય તમે લો, મારે તેનું કામ નથી,
માગ્યું તે વરદાન દઈ દો, બીજે મારું ધ્યાન નથી.
ધનથી માનવ તૃપ્ત થાય ના, તમે મળ્યા તો ધન મળશે,
તમે હશો ત્યાં લગ જીવન તો રે’શે તે શું માગવું છે ! ॥૨૬-૨૭॥
*
अजीर्यताममृतानामुपेत्य जीर्यन् मर्त्यः व्कधःस्थः प्रजानन् ।
अभिध्यायन् वर्णरतिप्रमोदानदीर्घे जीविते को रमेत ॥२८॥
ajiryatam amritanam upetya
jiryan martyah kvadhahsthah prajanan ।
abhidhyayan varna-rati-pramodan
ati-dirghe jivite ko rameta ॥28॥
જરામૃત્યુથી રહિત તમોને પામ્યા પછી મનુષ્ય ખરે,
હશે કોણ જે ક્ષણભંગુર આ જીવન સાથે પ્રેમ કરે ?
રૂપરંગમાં આસક્ત બની જીવવું કોને લેશ ગમે,
બુદ્ધિમાન તો પામી તમને જરામૃત્યુથી રહિત બને. ॥૨૮॥
*
यस्मिन्निदं विचिकित्सन्ति मृत्यो यत्साम्पराये महति ब्रूहि नस्तत् ।
योऽयं वरो गूढमनुप्रविष्टो नान्यं तस्मान्नचिकेता वृणीते ॥२९॥
yasminn idam vichikitsanti mrutyo
yatsamparaye mahati bruhi nastat ।
yo'yam varo gudham anupravishto
nanyam tasman nachiketa vrunite ॥29॥
મને તો તમે એ જ દઈ દો જે વર મેં માગેલું છે,
મે તો તમે એ જ જણાવો જ્ઞાન તમે જાણેલું જે;
આત્મા રે’છે, નથી રહેતો, જન એવી શંકા કરતા,
ગૂઢ વાત તે કહો મને, નચિકેતા બીજું માગે ના. ॥૨૯॥
*
પ્રથમ વલ્લી પૂરી
॥ iti kathopanishadi pratham adhyaye prathama valli ॥
*