કઠોપનિષદ - પ્રથમ અધ્યાય
द्वितीय वल्ली | બીજી વલ્લી શરૂ
શ્રેય ને પ્રેય
अन्यच्छेयोऽन्यदुतैव प्रेयस्ते उभे नानार्थे पुरुषं सिनीतः ।
तयोः श्रेय आददानस्य साधु भवति हीयतेऽर्थाद्य उ प्रेयो वृणीते ॥१॥
anyacchreyo'nyadutaiva preyaste
ubhe nanarthe purusham sinitah ।
tayoh shreya adadanasya sadhu bhavati
hiyate'rthadya u preyo vrunite ॥1॥
પ્રેય શ્રેયનાં સાધન બે છે, બંનેના ફલ જૂદાં છે,
શ્રેયથકી કલ્યાણ થાય છે, પ્રેયથકી ના શ્રેય મળે,
ઈશ્વરની પ્રાપ્તિ માટેનાં સાધનને છે શ્રેય કહ્યાં,
સાંસારિક સુખ ઉન્નતિના જે સાધન તેને પ્રેય ગણ્યાં. ॥૧॥
*
श्रेयश्च प्रेयश्च मनुष्यमेतस्तौ सम्परीत्य विविनक्ति धीरः ।
श्रेयो हि धीरोऽभिप्रेयसो वृणीते प्रेयो मन्दो योगक्षेमाद् वृणीते ॥२॥
shreyash cha preyash cha manushyam
etah tau samparitya vivinakti dhirah ।
shreyo hi dhiro'bhi preyaso vrunite
preyo mando yoga-kshemad vrunite ॥2॥
જીવનમાં આ શ્રેય પ્રેય પર જે જન ખૂબ વિચાર કરે,
તે તો શ્રેષ્ઠ ગણીને સાધન પરમ શ્રેયનું અપનાવે;
પરંતુ જે છે મંદબુદ્ધિ તે લૌકિક સુખમાં લપટાયે,
ભોગોના સાધનરૂપ એવા પ્રેયમાર્ગને અપનાવે. ॥૨॥
*
स त्वं प्रियान् प्रियरूपांश्च कामानभिध्यायन्नचिकेतोऽत्यस्त्राक्षीः ।
नैतां सृडकां वित्तमयीमवाप्तो यस्यां मज्जन्ति बहवो मनुष्याः ॥३॥
sa tvam priyan priya-rupamsh cha kaman
abhidhyayan nachiketo'tyasrakshih ।
naitam srinkam vittam ayim avapto
yasyam majjanti bahavo manushyah ॥3॥
નચિકેતા, તેં સુખ દેનારા લોક અને પરલોકતણા,
ભોગ બધાયે છોડ્યા, ધનબેડીમાં તું બંધાયો ના;
ઘણા મનુષ્યો ક્ષુલ્લક આવી લાલચથી બંધાયે છે,
અધિકાર ખરે આત્મજ્ઞાનને સાંભળવા તું રાખે છે ! ॥૩॥