વિદ્યા ને અવિદ્યા
दूरमेते विपरीत विषूची अविद्या या च विद्येति ज्ञाता ।
विद्याभीप्सितं नचिकेतसं मन्ये न त्वा कामा बहवोऽलोलुपन्त ॥४॥
duramete viparite vishuchi avidya ya cha vidyeti jnata ।
vidya-abhipsitam nachiketasam manye na tva kama bahavo'lolupanta ॥ 4॥
अविद्यायामन्तरे वर्तमानः स्वयं धीराः पण्डितम्मन्यमानाः ।
दन्द्रम्यमाणाः परियन्ति मूढा अन्धेनैव नीयमाना यथान्धाः ॥५॥
avidyayam antare vartamanah
swayam dhirah panditam manya manah ।
dandramyamanah pariyanti mudha
andhen aiva niyamana yathandhah ॥ 5॥
વિદ્યા અને અવિદ્યા બેનાં ફલ જૂદાં છે એમ કહ્યું,
પરંતુ તું વિદ્યારાગી છે, ભોગે મન ના તારું ફસ્યું.
ભોગવાસના મનમાં તોયે પંડિત પોતાને ગણતાં,
મૂર્ખ તે બધા ઠોકર ખાતા, ખોઈને મારગ ભમતા;
જેમ અંધથી અંધ ન પામે સાચો પથ પણ ભટકે છે,
તેમ ભટકતા તે સૌ, જીવન અજ્ઞાનમહીં ખરચે છે. ॥૪-૫॥
*
न साम्परायः प्रतिभाति बालं प्रमाद्यन्तं वित्तमोहेन मूढम् ।
अयं लोको नास्ति पर इति मानी पुनः पुनर्वशमापद्यते मे ॥६॥
na samparayah pratibhati balam
pramadyantam vitta-mohena mudham ।
ayam loko nasti para iti mani
punah punarvasham apadyate me ॥6॥
પરલોક સુઝે તેમને નહીં, તે તો આ લોક જ માને,
ના માને કૈં, ધનમોહિત તે સત્યજ્ઞાનને ના જાણે;
ચક્રથકી તે છુટી શકે ના, વારંવાર મરણ પામે,
કર્મ પ્રમાણે વિવિધ યોનિમાં ભટકે, તે ના ગતિ પામે. ॥૬॥
*
આત્મતત્વ વિશે
श्रवणायापि बहुरभिर्यो न लभ्यः श्रृण्वन्तोपि बहवो यं न विद्युः ।
आश्चर्यो वक्ता कुशलोस्य लब्धाश्चर्यो ज्ञाता कुशलानुशिष्टः ॥७॥
shravanayapi bahubhiryo na labhyah
shrunvanto'pi bahavo yam na vidyuh ।
ashcharyo vakta kushalo'sya labdha
ashcharyo jnata kushal anushishtah ॥7॥
અનેક તો આ આત્મજ્ઞાનને સાંભળવા પણ પામે ના,
એવા પણ છે અનેક સુણતા પણ રહસ્ય જે જાણે ના;
એનું વર્ણન કરનારો છે દુર્લભ, દુર્લભ શિષ્ય વળી,
એકાદ જ કો’ ધન્ય જણ હશે જેણે આતમપ્રાપ્તિ કરી. ॥૭॥
*
न नरेणावरेण प्रोक्त एष सुविज्ञेयो बहुधा चिन्त्यमानः ।
अनन्यप्रोक्ते गतिरत्र अमीयान् ह्यतर्क्यमणुप्रमाणात् ॥८॥
na naren avarena prokta esha suvijneyo bahudha chintyamanah ।
ananyaprokte gatir atra nasti aniyan hyatarkyam anupramanat ॥ 8॥
અલ્પ મનુજથી જ્ઞાન લઈને વિચાર તેની પર માંડે,
તોય મળે ના આત્મતત્વ આ, સહજમાં નહીં સમજાયે,
સુક્ષ્મથીય છે સુક્ષ્મ જ્ઞાન આ, તર્કથીય છે પર સાચે,
જ્ઞાનીના ઉપદેશ વિના ના પ્રવેશ પણ આમાં થાયે. ॥૮॥