if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

नैषा तर्केण मतिरापनेया प्रोक्तान्येनैव सुज्ञानाय प्रेष्ठ ।
यां त्वमापः सत्यधृतिर्बतासि त्वादृड़् नो भूयान्नचिकेतः प्रष्टा ॥९॥
naisha tarkena matirapaneya
proktanyenaiva sujnanaya preshtha ।
yam tvam apah satya-dhritir-batasi
tvadrinno bhuyan nachiketah prashta ॥9॥

હે નચિકેતા, તારામાં જે સત્યજ્ઞાનની નિષ્ઠા છે,
ખુશ તેથી છું, તારા જેવો જિજ્ઞાસુ મને મળ્યા કરે;
નિષ્ઠા જે ના મળે તર્કથી, તે તો જ્ઞાની મહા મળે,
તેની કૃપાથકી લાધે છે, ખૂબ વિચાર પછી જ જડે ! ॥૯॥
*
जानाम्यहं शेवधिरित्यनित्यं न ह्यध्रुवैः प्राप्यते हि ध्रुवं तत् ।
ततो मया नाचिकेतश्चितोमन्गिरनित्यैर्द्रव्यैः प्राप्तवानस्मि नित्यम् ॥१०॥
janamyaham shevadhir ityanityam
na hya dhruvaih prapyate hi dhruvam tat ।
tato maya nachiketa shchito'gnih
anityair dravyaih praptavan asmi nityam ॥10॥

કર્મ બધાંયે અનિત્ય છે, ના તેથી નિત્ય પદાર્થ મળે,
આ જાણી કર્તવ્યબુદ્ધિથી કર્યું અગ્નિનું સાધન મેં,
કામના કરી કૈંયે ના મેં, આસક્તિ વળી લેશ નહીં,
તેથી યજ્ઞથકી મેં શાશ્વત પરમાત્માની પ્રાપ્તિ કરી. ॥૧૦॥
*
कामस्याप्तिं जगतः प्रतिष्ठां क्रतोरनन्त्यमभयस्य पारम् ।
स्योममहदुरुगायं प्रतिष्ठां दृष्टवा धृत्या धीरो नचिकेतोडत्यस्त्राक्षीः ॥११॥
kamasyaptim jagatah pratishtham
krator anantyam abhayasya param ।
stomamahad urugayam pratishtham drushtva
dhrutya dhiro nachiketo'tyasrakshih ॥11॥

જેમાં સર્વે ભોગ મળે છે, જે જગનું આધાર કહ્યું,
યજ્ઞથકી જે મળે, અમર જે, જ્યાં ના ભયનું નામ રહ્યું,
વેદ ગાય છે જેને, જે છે સ્તવનયોગ્ય ને મોટું તે,
સ્વર્ગને ય તેં ત્યાગ્યું, તું બહુ બુદ્ધિમાન નચિકેતા, છે. ॥૧૧॥
*
तं दुर्दर्शं गूढमनुप्रविष्टं गुहाहितं गव्हरेष्ठं पुराणम् ।
अध्यात्मयोगाधिगमेन देवं मत्वा धीरो हर्षशोकौ जहाति ॥१२॥
tam durdarsham gudham anupravishtam
guhahitam gahvareshtham puranam ।
adhyatma-yog-adhigamena devam
matva dhiro harsha-shokau jahati ॥12॥

સંસારતણા વનમાંહે આ ઈશ્વર સઘળે વ્યાપ્યો છે,
છૂપાયો છે પડદા પાછળ, જલદી ના દેખાતો તે;
બુદ્ધિમાન પણ જ્ઞાનપ્રાપ્તિની દ્વારા તેને જાણે છે,
જે જાણે તે બંધમુક્ત પરમાનંદમહીં મ્હાલે છે, ॥૧૨॥
*
एतच्छ्रुत्वा सम्परिगृह्य मर्त्यः प्रवृह्य धर्म्यमणुमेतमाप्य ।
स मोदते मोदनीयं हि लब्ध्वा विवृतं सद्म नचिकेतसं मन्ये ॥१३॥
etacchrutva samparigruhya martyah
pravruhya dharmyam anumetam apya ।
sa modate modaniyam hi labdhva
vivrutam sadma nachiketasam manye ॥13॥

માનવ જ્યારે આ ઉપદેશ લઈને ખૂબ વિચારે છે,
ને આત્માને જાણે ત્યારે તે પરમાત્મા પામે છે;
પરમાનંદે મગ્ન બને તે, પરમધામને પામે છે,
તુજ માટે એ પરમધામનું દ્વાર ઉઘાડું સાચે છે. ॥૧૩॥

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.