નચિકેતા કહે છે
अन्यत्र धर्मादन्यत्राधर्मादन्यत्रास्मात्कृताकृतात् ।
अन्यत्र भूताच्च भव्याच्च यत्तत्पश्यसि तद्वद ॥१४॥
anyatra dharmad anyatra dharmad
anyatr asmat kritakritat ।
anyatra bhutaccha bhavyacchya
yat tat pashyasi tadvada ॥14॥
કહો મને એ બ્રહ્મ વિશે જે ધર્મ અધર્મ થકી પર છે,
કાર્ય અને કારણ, ત્રણ કાળ, પદાર્થ વળી સૌથી પર છે. ॥૧૪॥
*
ઓમનો મહિમા
યમ કહે છે
सर्वे वेदा यत् पदमामनन्ति तपांसि सर्वाणि च यद् वदन्ति ।
यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं संग्रहेण ब्रवीम्योमित्येतत् ॥१५॥
sarve veda yat padama mananti
tapam si sarvani cha yad vadanti ।
yad icchanto brahmacharyam charanti
tatte padam sangrahena bravimy om ityetat ॥15॥
વેદ કરે પ્રતિપાદન જેનું, તપ જેનાં સાધન સઘળાં;
બ્રહ્મચર્ય જે માટે પાળે, તે પદ ટુંકમાં ‘ઓમ’ કહ્યું. ॥૧૫॥
*
एतद्धेवाक्षरं ब्रह्म एतद्धेवाक्षरं परम् ।
एतद्धेवाक्षरं ज्ञात्वा यो यदिच्छति तस्य तत् ॥१६॥
etad dhyev-aksharam brahma etad dhyev-aksharam param ।
etad dhyev-aksharam jnatva yo yad icchati tasya tat ॥16॥
આ અક્ષર છે બ્રહ્મ, વળી આ અક્ષર છે પરબ્રહ્મ ખરે,
આ અક્ષરને જાણી લે જે તેને વસ્તુ બધીય મળે. ॥૧૬॥
*
एतदालम्बनं श्रेष्ठमेतदालम्बनं परम् ।
एतदावम्बनं ज्ञात्वा ब्रह्मलोके महीयते ॥१७॥
etad alambanam shreshtham etad alambanam param ।
etad alambanam jnatva brahma-loke mahiyate ॥17॥
આ જ શ્રેષ્ઠ છે આશ્રય, આ છે આશ્રય પરમ કહેલ ખરે,
આ આશ્રયને જો પામે તે બ્રહ્મલોકમાં વખણાયે. ॥૧૭॥