આત્માના સ્વરૂપનું વર્ણન
न जायते म्रियते वा विपश्चिन्न कुतश्चिन्न बभूव कश्चित् ।
अजो नित्य: शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे ॥१८॥
na jayate mriyate va vipashchin
nayam kutashchinna babhuva kashchit ।
ajo nityah shashvato'yam purano
na hanyate hanyamane sharire ॥18॥
જન્મે મરે કદી ના આત્મા, આત્માથી કૈં થાય નહીં,
અજન્મા અને નિત્ય પુરાતન, વધે નહીં કે ઘટે નહીં;
નાશ દેહનો થાયે તોયે તેનો નાશ થઈ ન શકે. ॥૧૮॥
*
हन्ता चेन्मन्यते हन्तुं हतश्चेन्मन्यते हतम् ।
उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते ॥१९॥
hanta chen manyate hantum hatash chen manyate hatam ।
ubhau tau na vijanito nayam hanti na hanyate ॥19॥
જે એને હણનારો માને, હણાયલો જે માને છે,
તે જાણે ના આત્મા તો ના હણી શકે, ન હણાયે છે. ॥૧૯॥
*
अणोरणीयान्महतो महीयानात्मास्य जन्तोर्निहितो गुहायाम् ।
तमक्रतु: पश्यति वीतशोको धातुप्रसादान्महिमानमात्मन: ॥२०॥
anor aniyan mahato mahiyan
atma'sya jantor nihito guhayam ।
tam akratuh pashyati vitashoko
dhatu-prasadan mahimanam atmanah ॥20॥
જીવમાત્રના હૃદયે રે’છે ખૂબ સુક્ષ્મ આ પરમાત્મા,
મહાનથી પણ મહાન છે એ, ખૂબ વળી મહિમાવાળા;
કામના તજે, ચિંતા છોડે, તે સાધક તેને જાણે,
પરમાત્માની કૃપા થકી તે તેના દર્શનને પામે. ॥૨૦॥
*
आसीनो दूरं व्रजति शयानो याति सर्वत: ।
कस्तं मदामदं देवं मदन्यो ज्ञातुमहर्ति ॥२१॥
asino duram vrajati shayano yati sarvatah ।
kastam madamadam devam madanyo jnatum arhati ॥ 21॥
બેઠો તોયે દૂર પહોંચે, સુતો છતાં સઘળે ચાલે,
એ તો છે મદથી પર, તેને મારાવિણ કોણ જ જાણે ? ॥૨૧॥