કઠોપનિષદ-પ્રથમ અધ્યાય
तृतीय वल्ली | ત્રીજી વલ્લી
જીવાત્મા ને પરમાત્મા
ऋतं पिबन्तौ सुकृतस्य लोके गुहां प्रविष्टौ परमें परार्धे ।
छायातपौ ब्रह्मविदो वदन्ति पज्चाग्नयो ये च त्रिणाचिकेताः ॥१॥
rutam pibantau sukrutasya loke
guham pravishtau parame parardhe ।
chhayatapau brahmavido vadanti
panch-agnayo ye cha trinachiketah ॥1॥
પરમાત્મા ને જીવ રહે છે મનુજ-દેહમાં બેય ખરે,
બુદ્ધિગુફામાં છુપાયલા છે, કર્મભોગ ત્યાં બેય કરે;
જ્ઞાની ને પંચાગ્નિ સેવતા ગૃહસ્થ બંને એમ કહે,
જીવ અને પરમાત્મા છાયા પ્રકાશના જેવા બે છે. ॥૧॥
*
યમ પ્રાર્થના કરે છે
यः सेतुरीजानानामक्षरं ब्रह्म यत्परम् ।
अभयं तितीर्षतां पारं नाचिकेतं शकेमहि ॥२॥
yah seturijananam aksharam brahma yat param ।
abhayam titirshatam param nachiketam shakemahi ॥2॥
પરમાત્મા, દો શક્તિ અમોને યજ્ઞ અમે સૌ જાણીએ,
યજ્ઞ કરી નિષ્કામભાવથી કૃપા તમારી પામીએ;
સંસારથકી તરનારાને માટે તમે પરમપદ છો,
જાણીએ તમને પામીએ એવી અમને શક્તિ દો. ॥૨॥
*
રથના રૂપકમાં ઉપદેશ
आत्मानं रथिनं विद्धि शरीरं रथमेव तु ।
बुद्धिं तु सारथिं विद्धि मनः प्रग्रहमेव च ॥३॥
atmanam rathinam viddhi shariram rathameva tu ।
buddhim tu sarathim viddhi manah pragraham eva cha ॥ 3॥
इन्द्रियाणि हयानाहुर्विषयांस्तेषु गोचरान् ।
आत्मेन्द्रियमनोयक्तं भोक्तेत्याहुर्मनीषिणः ॥४॥
indriyani hayan ahur vishayam steshu gocharan ।
atmendriya-mano-yuktam bhoktetyahur manishinah ॥ 4॥
શરીરને તું માની લે રથ, જીવાત્મા રથનો સ્વામી,
સારથિ માની લે બુદ્ધિને, લગામ મનને લે જાણી.
ઈન્દ્રિયના છે ઘોડા જોડ્યા, વિવિધ વિષય તે મારગ છે,
મનઈન્દ્રિયની સાથ જીવાત્મા ભોગવનાર ગણાયો છે.
ભક્તિજ્ઞાનને મારગ ચાલે તે તો પરમધામ પ્હોંચે,
વિષયોમાં જે વિહરે તે તો બંધાયે બંધનદોરે. ॥૩-૪॥