यस्त्वविज्ञानवान् भवत्ययुक्तेन मनसा सदा ।
तस्येन्द्रियाण्यवश्यानि दुष्टाश्वा इव सारथेः ॥५॥
yastva vijnanavan bhavatya yuktena manasa sada ।
tasya indriyany avashyani dushtashva iva saratheh ॥5॥
સાવધ સારથિ ના હોયે તો ઘોડા વશમાં ના જ રહે,
વિવેક સ્થિરતા વિના તેમ ઈન્દ્રિયઘોડા વશ ના જ રહે. ॥૫॥
*
यस्तु विज्ञानवान् भवति युक्तेन मनसा सदा ।
तस्येन्द्रियाणि वश्यानि सदश्वा इव सारथेः ॥६॥
yastu vijnanavan bhavati yuktena manasa sada ।
tasya indriyani vashyani sadashva iva saratheh ॥6॥
સાવધ સારથિના ઘોડાઓ જેમ હમેશાં વશ રે’છે,
તેમ વિવેકી ને દૃઢ જે છે તેની ઈન્દ્રિય વશ રે’છે. ॥૬॥
*
यस्तवविज्ञानवान् भवत्यमनस्कः सदाऽशुचिः ।
न स तत्पदमाप्नोति संसारं चाधिगच्छति ॥७॥
yastva vijnanavan bhavatya manaskah sada'shuchih ।
na sa tat-padam-apnoti samsaram ch adhigacchhati ॥7॥
જેનામાં ના સંયમ કે ના પવિત્રતા, ન વિવેક વળી,
પ્રભુપ્રાપ્તિ ના કરી શકે તે, મરે, જન્મ લે ફરી ફરી. ॥૭॥
*
यस्तु विज्ञानवान् भवति समनस्कः सदासशुचिः ।
स तु तत्पदमाप्नोति यस्माद् भूयो न जायते ॥८॥
yastu vijnanavan bhavati samanaskah sada shuchih ।
sa tu tat-padam-apnoti yasmad bhuyo na jayate ॥8॥
જેનામાં છે સંયમ, તેમજ પવિત્ર તેમ વિવેકી જે,
પ્રભુપ્રાપ્તિ તે કરી શકે છે, જન્મે ના જ ફરીથી તે. ॥૮॥
*
विज्ञानसारथिर्यस्तु मनःप्रग्रहवान् नरः ।
सोऽध्वनः पारमाप्नोति तद्विष्णोः परमं पदम् ॥९॥
vijnana sarathir yastu manah pragrahavan narah ।
so'dhvanah param-apnoti tad-vishnoh paramam padam ॥9॥
જેમ વિવેકી સારથિ વશમાં લગામ રાખી ચાલે છે,
જ્ઞાની તેમજ મન વશ રાખી જગમાં પ્રભુને પામે છે. ॥૯॥