ઉપદેશ
उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत ।
क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्गं पथस्तत्कवयो वदन्ति ॥१४॥
uttishthata jagrata prapya varan-nibodhata ।
kshurasya dhara nishita duratyaya
durgam pathas tat kavayo vadanti ॥14॥
ઉઠો તમે ને જાગો, જ્ઞાનીજન પાસે પ્હોંચી જાઓ,
પરમેશ્વરનું જ્ઞાન મેળવો, સાચા મારગ પર ચાલો;
તીવ્ર છરીની ધારસમો છે કઠિન જ્ઞાનનો મારગ આ,
જ્ઞાની લોકો એમ કહે છે; ખંખેરી દો આળસ આ. ॥૧૪॥
*
अशब्दमस्पर्शमरुपमव्ययं तथाऽरसं नित्यमगन्धवच्च यत् ।
अनाद्यनन्तं महत: परं ध्रुवं निचाय्य तन्मृत्युमुखात् प्रमुच्यते ॥१५॥
ashabdama sparsham arupam avyayam
tatha'rasam nityam agandha vaccha yat ।
anady anantam mahatah param dhruvam
nichayya tan mrutyu-mukhat pram-uchyate ॥15॥
શબ્દ, સ્પર્શ ને રૂપરસથકી તેમ ગંધથી જે પર છે,
અવિનાશી ને નિત્યશ્રેષ્ઠ છે, અનાદિ ને જે સત્ય જ છે;
એ પરમાત્માને જાણ્યાથી મૃત્યુથકી મુક્ત થવાયે,
હમેશ માટે આનંદ મળે, મટી અલ્પતા ને જાયે. ॥૧૫॥
*
આ કથાનું મહાત્મ્ય
नाचिकेतमुपाख्यानं मृत्युप्रोक्तं सनातनम् ।
उक्त्वा श्रुत्वा च मेधावी ब्रह्मलोके महीयते ॥१६॥
nachiketam upakhyanam mrutyu proktam sanatanam ।
uktva shrutva cha medhavi brahma-loke mahiyate ॥16॥
નચિકેતાને કહી કથા આ યમરાજાએ પ્રેમથકી,
કહે સાંભળે જે તેને તે જાશે જગમાં અમર બની. ॥૧૬॥
*
य इमं परमं गुह्यं श्रावयेद् ब्रह्मसंसदि ।
प्रयत: श्राद्धकाले वा तदानन्त्याय क्लपते ।
तदानन्त्याय क्लपते ॥१७॥
ya imam paramam guhyam shravayed brahma-samsadi ।
prayatah shraddha-kale va tad anantyaya kalpate ।
tad anantyaya kalpata iti ॥17॥
શુદ્ધ થઈ જે દેવસભામાં શ્રાદ્ધસમે આ વાત કહે,
તો પણ અનંત ફલ મેળવશે, અનંત ફલ તેને મળશે. ॥૧૭॥
*
॥ इति प्रथम अध्याय ॥
પ્રથમ અધ્યાય પૂરો | તૃતીય વલ્લી પૂરી
iti katha Upanishade pratham Adhyaye tritiya valli ॥