॥ अथ द्वितीय अध्याय, प्रथम वल्ली ॥
બીજો અધ્યાય | પહેલી વલ્લી
ઈન્દ્રિયો વિશે
पराञ्चि खानि व्यतृणत् स्वयंभूस्तस्मात्पराड् पश्यति नान्तरात्मन् ।
कश्चिद्धार: प्रत्यगात्मानमैक्ष दावृत्तचक्षुरमृतत्वमिच्छन् ॥१॥
paranchi khani vyatrunat svayambhus
tasmat paran pashyati n(a)-antar-atman ।
kashchid dhirah pratyag atmanam aikshad
avrutta chakshur amritatvam icchhan ॥1॥
ઈન્દ્રિયમાં પ્રભુએ મૂકી છે બ્હાર જવાની પ્રવૃત્તિ,
તેથી બાહ્ય વિષય દેખે છે મનુષ્ય દેખે આત્મ નહીં.
ભાગ્યવાન એકાદ જને આ બાહ્ય વિષયથી દૂર કરી,
ઈન્દ્રિયને અંતરમાં વાળી જોયા છે અંતર્યામી. ॥૧॥
*
पराच: कामाननुयन्ति बालास्ते मृत्योर्यन्ति वितस्य पाशम् ।
अथ धीरा अमृतत्वं विदित्वा ध्रुवमध्रुवेष्विह न प्रार्थयन्ते ॥२॥
parachah kaman-anuyanti balaste
mrityor yanti vitatasya pasham ।
atha dhira amritatvam viditva
dhruvam adhruveshv iha na prarthayante ॥2॥
મૂર્ખ લોક જે બાહ્ય ભોગમાં રચ્યાપચ્યા ને મત્ત રહે,
તે બંધનમાં પડે મૃત્યુના, સર્વસ્થળે જે વ્યાપ્ત રહે;
બુદ્ધિમાન તો અમૃતપદને વિચાર દ્વારા લે જાણી,
જગના કોઈ ભોગમહીં એ રાખે અંધ ન આસક્તિ. ॥૨॥
*
પરમાત્મા વિશે
येन रुपं रसं गन्धं शब्दान्स्पर्शांश्च मैथुनान् ।
एतेनैव विजानाति किमत्र परिशिष्यते ॥ एतद् वै तत् ॥३॥
yena rupam rasam gandham
shabdan sparsham shcha maithunan ।
eten aiva vijanati kim atra
parishishyate । etad vai tat ॥3॥
જેની કૃપાથકી જન જગના નામ, રૂપ ને રસ જાણે,
સ્ત્રીસુખ પામે, વિચારથી ક્ષણભંગુરતા સૌની જાણે,
કયી વસ્તુ છે શેષ સત્ય તે ક્ષણભંગુર જગમાં શોધે,
સૌ અંતતણો અંત તત્વ તે નચિકેતા, પ્રભુ છે પોતે. ॥૩॥
*
स्वप्नान्तं जागरितान्तं चोभौ येनानुपश्यति ।
महान्तं विभुमात्मानं मत्वा धीरो न शोचति ॥४॥
svapnantam jagaritantam cha-ubhau yen anupashyati ।
mahantam vibhum atmanam matva dhiro na shochati ॥4॥
સ્વપ્ન અને જાગૃતિના દૃશ્યો જણાય જેની શક્તિ થકી,
તે પરમાત્માને જાણીને વિદ્વાન કરે શોક નહીં. ॥૪॥