य इमं मध्वदं वेद आत्मानं जीवमन्तिकात् ।
ईशान भूतभव्यस्य न ततो विजुगुप्सते ॥ एतद् वै तत् ॥५॥
ya imam madh-vadam veda atmanam jivam antikat ।
ishanam bhuta-bhavyasya na tato vijugupsate ।
etadvai tat ॥5॥
ફલદાતા જે જીવનદાતા, ત્રણે કાલનો જે જ્ઞાતા,
શાસનકર્તા, જે જાણી લે નિજ પાસે એ પરમાત્મા,
તે કોઈની ઘૃણા કરે ના, કોઈની ન કરે નિંદા,
મહાન છે પરમેશ્વર એવું જાણી લેજે નચિકેતા. ॥૫॥
*
य: पूर्वं तपसो जातमद्भय: पूर्वमजायत ।
गुहां प्रविश्य तिष्ठन्तं यो भूतेभिर्व्यपश्यत ॥ एतद् वै तत् ॥६॥
yah purvam tapaso jatam adbhyah purvam ajayata ।
guham pravishya tishthantam yo bhutebhir vyapashyata ।
etadvai tat ॥6॥
પંચભૂત પહેલાં જે પ્રકટ્યા, સંકલ્પથકી સૃષ્ટિ કરી,
જીવોના હૃદયે રે’નારા પરમાત્મા તે જાણ ફરી. ॥૬॥
*
या प्राणेन संभवत्यदितिर्देवतामयी ।
गुहां प्रविश्य तिष्ठन्तीं या भूतेभिर्व्यजायत ॥ एतद् वै तत् ॥७॥
ya pranena sambhavaty aditir devatamayi ।
guham pravishya tishthantim ya bhutebhir vyajayata ।
etadvai tat ॥7॥
જીવન જગનું બની પ્રકટ જે થઈ પહેલાં છે દેવી,
જીવોના હૃદયે રે’તી જે, પરમાત્મા તે છે દેવી. ॥૭॥
*
अरण्योर्निहितो जातवेदा गर्भ इव सुभृतो गर्भिणीभिः ।
दिवे दिवे ईडयो जागृवद्भिर्हविष्मद्भिर्मनुष्येभिरग्निः ॥ एतद् वै तत् ॥८॥
aranyor nihito jataveda garbha iva subhruto garbhinibhih ।
dive dive idyo jagruvadbhi havishmadbhir manushyebhir agnih ।
etadvai tat ॥8॥
ગર્ભમાં રહે બાળક તેવા કાષ્ઠખંડમાં જે રે’તા,
સ્તુતિ કરતા ને હોમહવનથી જેને બલિ લોકો દેતા,
અગ્નિદેવ તે સ્વરૂપ છે સર્વજ્ઞ મહા પરમાત્માનું,
નચિકેતા, એ બ્રહ્મતત્વ છે જેને તેં આજે જાણ્યું. ॥૮॥
*
यतश्चोदेति सूर्योऽस्तं यत्र च गच्छति ।
तं देवा: सर्वे अर्पितास्तदु नात्येति कश्चन ॥ एतद् वै तत् ॥९॥
yatashch udeti suryo'stam yatra cha gacchhati ।
tam devah sarve'rpitastadu natyeti kashchana ।
etadvai tat ॥9॥
સૂર્ય ઉગે જ્યાંથી ને જેમાં રોજરોજ એ અસ્ત બને,
દેવો જેને અધીન છે, તે પરમાત્મા પરબ્રહ્મ ખરે. ॥૯॥