શ્રી યોગેશ્વરજી કૃત દેશભક્તિના ગીતોનો સંગ્રહ 'હિમાલય અમારો' માં પ્રસ્તુત ગીતો.

1961ની વાત. ભારતની ઉત્તર સીમા સળગી ઊઠી. વરસો અને યુગોથી પ્રશાંત રહેનારી, દેશને માટે દુર્ભેદ્ય દિવાલ જેવી બનેલી, હિમાલયની પુણ્યભૂમિ, એકાએક આવી પડેલા આક્રમણનો શિકાર બની ગઈ. એ તપોભૂમિ હાલી ઊઠી. આક્રમક સૈનિકોના અવરજવરથી ધમધમી ઊઠી. હિમાચ્છાદિત હિમાલયને પાર કરીને, પરદેશી ધાડાં દેશ પર ઉતરી પડ્યાં. પરંતુ એ આક્રમણનો પ્રતિકાર કરવા માટે, જોત જોતામાં તો દેશ આખો બેઠો થઈ ગયો. દેશભક્તિ કે દેશપ્રેમની એક નવી, જોરદાર લહરી દેશભરમાં ફરી વળી. પૂર્વથી પશ્ચિમ ને ઉત્તરથી દક્ષિણ, એના રંગમાં રંગાયા, ને ટટ્ટાર થયાં. નાની ને ગૌણ વાતો ભૂલાઈ ગઈ. આડવાતો એક તરફ રહી; અને રાષ્ટ્રની સુરક્ષા કે સલામતીની એકમાત્ર વાત, અને અત્યંત અનિવાર્ય વાત, જનતાની આગળ આવીને ઊભી રહી. અથવા તો પ્રધાન બની ગઈ.

વરસો જ નહિ, યુગોથી હિમાલય ભારતનો હતો. એના પર ભારતનું આધિપત્ય હતું. રાજકીય આધિપત્ય તો ખરું જ, પરંતુ સાંસ્કૃતિક આધિપત્ય પણ. ભારતીય સંસ્કૃતિ હિમાલયના પાવન પ્રદેશની સહચરી હતી. એ સંસ્કૃતિ ત્યાં ફાલીફુલીને મોટી થઈ હતી. એ સંસ્કૃતિના સર્વોત્તમ ગ્રંથ ત્યાં સાકાર બનેલા. વ્યાસ, શંકરાચાર્ય, ને કાલિદાસે તેની પ્રશસ્તિ કરેલી. એ ભૂમિ યુદ્ધભૂમિ બનીને બીજાના હાથમાં જાય, તે દેશ કેવી રીતે સહન કરી શકે ? દેશમાં નાદ જાગ્યો : હિમાલય અમારો છે, અને દેશવાસી એના, અને એની દ્વારા આખા દેશના સંરક્ષણને માટે સર્વસમર્પણ કરવા કટિબધ્ધ થયા. શૂરતાને સાદ થયો. સમર્પણ ભાવને આહવાન કરવામાં આવ્યું. લોકો પોત પોતાની શક્તિ પ્રમાણે એનો ઉત્તર આપવા માંડ્યા. સોનું, રૂપિયા, માણસોનો જાણે કે પ્રવાહ ચાલ્યો.

આવે વખતે કવિ, લેખક કે સાહિત્ય પ્રેમીનું કર્તવ્ય શું? દેશદાઝ તો તેના દિલમાં પણ ભરેલી છે. મને થયું કે આવે વખતે શું કરી શકાય ? ઘણું ઘણું કરી શકાય, કલમ પણ તેમાં કામ લાગે, ને પોતાનો ફાળો આપી શકે અને કાવ્યધારા વહેવા માંડી...એ ધારા એટલે જ હિમાલય અમારો.

Title Hits
લેખકને Hits: 5878
હિમાલય અમારો Hits: 6437
જનતા જાગી Hits: 6590
ડંકા-નિશાન Hits: 6602
સૌથી પ્યારી છે આઝાદી Hits: 6117
આસુરી બળોને Hits: 5908
ઓ ભારત, તારી શાન રહો ! Hits: 6376
જાણે કુંભકર્ણ ગયો હવે જાગી Hits: 6082
અવસર આવ્યો Hits: 6334
ભીતિ બધી આજ દો છોડી ! Hits: 6492
દેશપ્રેમ Hits: 6516
આકાંક્ષા Hits: 5467
દૈવી સંદેશ Hits: 6166
ભારતનો નવ નાશ થશે Hits: 5357
દેશની હાકલ પડી તો Hits: 5361
શ્રદ્ધા અને પાકી ખબર Hits: 5600
સત્યતણો છે જયજયકાર Hits: 5467
આહવાન Hits: 6161
ઓ ખાઈ ખોદનહારા Hits: 5423
દેશ માટે અર્પણ Hits: 5918
દેવ-દીકરી Hits: 5528
કેસરિયાં કરો Hits: 5612
ભાવના Hits: 6171
આઝાદીની પાંચાલી Hits: 5404
જુઓ પાછી કરો પાની Hits: 5430
ભારતમાની રક્ષા કાજે Hits: 4527
પીંખાયા દેશના સીમાડા Hits: 4864
ઉદબોધન Hits: 4894
રણ ચઢવા લલકારે Hits: 5078
ભલે થવાનું હોય તે થાય Hits: 4687

Today's Quote

Patience is not so much about waiting, as it is about how one behaves while waiting.
- Anonymous

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.