तस्मै तृणं निदधावेतद्दहेति । तदुपप्रेयाय सर्वजवेन तन्न शशाक ।
दग्धुं स तत एव निववृते नैतदशकं विज्ञातुं यदेतद्यक्षमिति ॥६॥
tasmai trinam nidadhav etad daheti
tad upa preyaya sarva-javena tan na shashaka
dagdhum sa tata eva nivavrite naitad ashakam
vijnatum yad etad yaksham iti.
યક્ષે એક તણખલું નાખ્યું, બાળો એને એમ કહ્યું,
અગ્નિ શક્યા બાળી ન તણખલું, કોણ યક્ષ ના સમજાયું ! ॥૬॥
અર્થઃ
(એ અલૌકિક યક્ષે) તસ્મૈ - એ અગ્નિદેવ આગળ
તૃણમ્ - એક તણખલું
નિદધૌ - રાખ્યું (અને જણાવ્યું કે)
એતત્ - આને
દહ ઇતિ - બાળી નાખ.
સઃ - એ
સર્વજવેન - સંપૂર્ણ શક્તિ સાથે
તત્ ઉપપ્રેયાય - એ તણખલા પર તૂટી પડ્યો. (તોપણ)
તત્ - એને
દગ્ધુમ્ - બાળવામાં
ન એવ શશાક - સમર્થ ના થયો.
તતઃ - ત્યારે ત્યાંથી
નિવવૃતે - પાછો ફર્યો (અને દેવો પાસે પહોંચીને કહેવા લાગ્યો કે)
એતત્ - એને
વિજ્ઞાતુમ્ - જાણી
ન અશકમ્ - ના શક્યો કે
એતત્ - આ
યક્ષ - યક્ષ
યત્ ઇતિ - સાચેસાચ કોણ છે.
ભાવાર્થઃ
યક્ષે કહ્યું, 'એમ ? તું સમસ્ત સંસારને ક્ષણવારમાં બાળીને ભસ્મ કરી શકે છે ? તો તો તારી શક્તિ અતિશય અસાધારણ અને અનુપમ કહેવાય. તારી આગળ આ નાના સરખા તણખલાને મૂક્યું છે. તું તેને બાળી દે.'
અગ્નિએ તણખલાને બાળવા માટે પ્રયત્ન કર્યો. પોતાની સમગ્ર શક્તિને કામે લગાડી. પરંતુ કઠિન પ્રશ્નોના પ્રત્યુત્તરોને સહેલાઇથી આપનારા વિદ્યાર્થીઓ કેટલીકવાર સરળ પ્રશ્નોની પરીક્ષામાં અટવાઇ જાય છે ને નાપાસ થાય છે તેમ અગ્નિદેવથી એ સાધારણ તણખલાને ના બાળી શકાયું, એમનો અહંકાર ઓગળવા લાગ્યો. દેવોની પાસે પાછા જઇને એમણે એમની અશક્તિનો એકરાર કર્યો. સમસ્ત સૃષ્ટિને અને વેદજ્ઞાનને જાણવાનો દાવો કરનારા અગ્નિદેવ યક્ષના રહસ્યને ના જાણી શક્યા. જ્ઞાનના ગુમાનની કેટલી બધી કરુણતા !