if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

श्रीराम ने बालि को मरणोत्तर सदगति दी
 
सुनत राम अति कोमल बानी । बालि सीस परसेउ निज पानी ॥
अचल करौं तनु राखहु प्राना । बालि कहा सुनु कृपानिधाना ॥१॥
 
जन्म जन्म मुनि जतनु कराहीं । अंत राम कहि आवत नाहीं ॥
जासु नाम बल संकर कासी । देत सबहि सम गति अविनासी ॥२॥
 
मम लोचन गोचर सोइ आवा । बहुरि कि प्रभु अस बनिहि बनावा ॥३॥
 
(छंद)
सो नयन गोचर जासु गुन नित नेति कहि श्रुति गावहीं ।
जिति पवन मन गो निरस करि मुनि ध्यान कबहुँक पावहीं ॥
मोहि जानि अति अभिमान बस प्रभु कहेउ राखु सरीरही ।
अस कवन सठ हठि काटि सुरतरु बारि करिहि बबूरही ॥
 
अब नाथ करि करुना बिलोकहु देहु जो बर मागऊँ ।
जेहिं जोनि जन्मौं कर्म बस तहँ राम पद अनुरागऊँ ॥
यह तनय मम सम बिनय बल कल्यानप्रद प्रभु लीजिऐ ।
गहि बाहँ सुर नर नाह आपन दास अंगद कीजिऐ ॥
 
(दोहा)
राम चरन दृढ़ प्रीति करि बालि कीन्ह तनु त्याग ।
सुमन माल जिमि कंठ ते गिरत न जानइ नाग ॥ १० ॥


 
 શ્રીરામ વાલિને સદગતિ આપે છે
 
સુણી શબ્દ એ કરુણા સાથ રામે વાલિમસ્તક મૂક્યો હાથ,
કરું અચળ તને રાખ પ્રાણ; કહ્યું વાલિએ કરુણાનિધાન !
 
મુનિ યત્ન કરે જન્મોજન્મ અંતે રામ તોયે ના'વે મન;
જેના નામે વસી શિવકાશી અર્પે સદગતિને અવિનાશી,
રામદર્શન તે મને થાય એવું બનશે શું કોટિ ઉપાય?
 
(છંદ)
શ્રુતિ જેમનાં ગુણ નેતિનેતિ સ્વરે નિરંતર ગાય છે,
મન પ્રાણ જીતી વિષયથી મુનિ મુક્ત નીરસ થાય છે
ત્યારે જ ધ્યાને પ્રગટતા જે તે જ છે સામે રહ્યાં,
અભિમાનવશ માની મને તન રાખવા વચનો કહ્યાં.
 
પણ મૂર્ખ એવો કોણ કાપી કલ્પદ્રુમ આગ્રહ કરી
જે વાડ બાવળની કરે જીવનમહીં જાગી ફરી?
 
કરુણાતણી દ્રષ્ટિ કરો ને નાથ વર ઇપ્સિત ધરો,
જ્યાં કર્મવશ જન્મું મને ત્યાં ભક્ત નિજપદનો કરો.
આ પુત્ર વિનયી ને બલી મુજશો ગ્રહણ તેને કરો,
હે નાથ સુરનરના, બનાવો દાસ અંગદને ખરો.
 
(દોહરો) 
કરી રામપદપ્રીત દ્રઢ કર્યો પછી તનત્યાગ,
માળા પડતી કંઠથી જેમ ન જાણે નાગ.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.